ખાસ-ખબર સંવાદદાતા
માળીયા હાટીના તાલુકા ખાતે સરપંચોનું સંમેલન યોજાયું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની હાજરીમાં 62 ગામના સરપંચો ભાજપમાં જોડાયા હતા.
માળીયાહાટીના તાલુકામાં સરપંચોનું સંમેલન યોજાયું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ રાજેશ ચુડાસમા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતનાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા..માળીયા હાટીના તાલુકાના 68 ગામમાંથી 62 ગામના સરપંચો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને નવા નવા રંગો જોવા મળી રહ્યા છે ત્યારે માળીયા હાટીના તાલુકામાંથી મોટાભાગના ગામડાઓના સરપંચો સહિતના કાર્યકરો ભાજપમાં જોડાતા એક તરફથી માળીયા હાટીના તાલુકામાંથી કોંગ્રેસ મુક્ત કરવાની પહેલ ભાજપ દ્વારા શરૂ કરવામાં આવી છે.