ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
વિવિધ 15 વિષયોના નિષ્ણાત ટીચર્સ દ્વારા બહેનોને તાલિમ અપાશે વેકેશનના સમય ગાળાનો બહેનો સદુપયોગ કરી શકે તે હેતુથી સરગમ લેડીઝ ક્લબના ઉપક્રમે ફકત બહેનો માટેના સમર ટ્રેનિંગ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમર ટ્રેનિંગ ક્લાસ આગામી તા. 9-5થી તા. 19-5-24 સુધી કોટક સ્કૂલમાં મોટી ટાંકી ચોક પાસે દરરોજ સાંજના 5-00થી 7-00 સુધી યોજાશે. સમર ટ્રેનિંગ ક્લાસનો ઉદ્ઘાટન સમારોહ તા. 9-5 ને ગુરુવારના રોજ સાંજે 5-00 કલાકે યોજાશે.
- Advertisement -
સમર ટ્રેનિંગ ક્લાસનું ઉદ્ઘાટન મેયર નયનાબેન પેઢડીયાના હસ્તે કરવામાં આવશે. પ્રમુખસ્થાને ડો. દર્શિતાબેન શાહ, મુખ્ય મહેમાન તરીકે જૈમિનભાઈ ઠાકર, મનીષભાઈ માંડેકા (રોલેક્ષ બેરીંગ) ખાસ ઉપસ્થિત રહેશે. જે બહેનોએ ભાગ લેવો હોય તે ડાયરેક્ટ સ્થળ પર ફોર્મ ભરીને ભાગ લઈ શકશે. આ સમર ટ્રેનિંગ ક્લાસમાં વિવિધ વિષયોના નિષ્ણાંત ટીચર્સ દ્વારા 15 વિષયોની તાલિમ આપવામાં આવશે.
આ સમર ટ્રેનિંગ ક્લાસના ફોર્મ સરગમ ક્લબની ઓફિસ જાગનાથ મંદિર ચોક, ડો. યાજ્ઞિક રોડ તેમજ સ્થળ ઉપર પણ મેળવી ભરી શકાશે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ મૌલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરગમ લેડીઝ ક્લબના ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા તેમજ લેડીઝ ક્લબના 75થી વધુ કમિટી મેમ્બર જહેમત ઉઠાવી રહ્યા છે.