ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
સરગમ લેડીઝ કલબના ઉપક્રમે ફક્ત બહેનો માટે છેલ્લા 25 વર્ષથી સમર ટ્રેનિંગ કલાસીસનું આયોજન કરતા આવે છે. આ વર્ષે પણ ટોકન ચાર્જથી ફક્ત રૂપિયા 150/- 11 દિવસનો ચાર્જ રહેશે. સમર કેમ્પ તા. 9-05-24થી 19-05-24 11 દિવસ માટે સાંજે 5-00થી 7-00 કોટક સ્કૂલ મોટી ટાંકી ચોક ખાતે યોજાશે.
- Advertisement -
આ કલાસીસમાં કુલ 34 વિષય શીખવવામાં આવશે, તમામ ટીચર્સ નિષ્ણાંત અને જાણકાર લેડીઝ ટીચર રહેશે. વિષય આ પ્રમાણે રહેશે, બ્યુટી કેર અને હાર્બર બ્યુટી, ગ્લાસ્સ, નિબ અને ગ્લેઝ પેઈન્ટીગ અને વોલ કલોક, મહેંદી (અરેબિક્સ, ટ્રેડીશનલ), હેરકટ, હેર સ્ટાયલ, મેકઅપ, ફેશન ડીઝાઈનીંગ, સ્પોકન ઈંગ્લીશ, કેન્ડલ મેકિંગ, ફ્લાવર મેકિંગ, દોરી તથા સુતળીના શોપીસ, સોફ્ટ ટોયઝ તથા મઢ મિરર, ટાઈ એન્ડ ડાઈ, હેન્ડ એમ્બ્રોડરી, બાટિક પ્રિન્ટ, ફેબ્રિક પેઇન્ટિંગ સહિતની ટ્રેનિંગ આપવામાં આવશે.
આ ટ્રેનિંગ ક્લાસીસના ફોર્મ મેળવવા માટે સરગમ મહિલા લાયબ્રેરી- 101, એવરેસ્ટ બિલ્ડિંગ, શાસ્ત્રી મેદાન સામે, સરગમ ચિલ્ડ્રન લાયબ્રેરી- મહિલા કોલેજ ચોક, પોલીસ ચોકી ઉપર, સરગમ ક્લબ જાગનાથ મંદિર ચોક, સરગમ મહિલા લાયબ્રેરી- આમ્રપાલી રોડ, પોલીસ ચોકી ઉપર, સરગમ ભવન- જામટાવર રોડ જી.ટી. શેઠ હોસ્પીટલની સામે અને સરગમ આરોગ્ય સેન્ટર- કેનાલ રોડ, દેના બેંક પાસેનો સંપર્ક કરવાનો રહેશે.
ફોર્મ મેળવવા અને ભરવા માટેનો સમય સવારના 9-00થી 1-00 અને બપોરના 4-00થી 7-00 સુધીનો રહેશે.
આ સમર ટ્રેનીંગ ક્લાસને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાનાં માર્ગદર્શન હેઠળ ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, અલ્કાબેન કામદાર, ગીતાબેન હીરાણી, સુધાબેન ભાયા, જશુમતિબેન વસાણી, ચેતનાબેન સવજાણી, જયશ્રીબેન મહેતા, અલ્કાબેન ધામેલીયા, મધુરિકાબેન જાડેજા, હેલીબેન ત્રિવેદી, કાશ્મીરાબેન નથવાણી, જ્યોતિબેન રાજ્યગુરુ, લતાબેન તન્ના, શીલાબેન ચાંદરાણી, કાંતાબેન કથીરિયા, જયશ્રીબેન શેજ્પાલ, જ્યોતિબેન ટીલવા તેમજ લેડીઝ કલબના 60 કમિટી મેમ્બર જહેમત ઉઠાવી રહ્યા છે.