સોડમ રેસ્ટોરન્ટના સંચાલકોનો સરગમ ફૂડ પર સણસણતા આક્ષેપ
સરગમ ફૂડના ગેરકાયદે દબાણ અને બાંધકામ અંગે મહિનાઓ અગાઉ છખઈમાં અરજી કરાઈ છતાં કોઈ પગલાં લેવાયા નથી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના કસ્તુરબા રોડ પર બિલખા પ્લાઝામાં આવેલા સરગમ ફૂડ દ્વારા ગેરકાયદે દબાણ કરવા, પ્લાન વિરુદ્ધ બાંધકામ ખડકવા તેમજ સ્થાનિકો, રાહદારીઓને હેરાનગતિ કરવાના મામલે ત્યાં જ આવેલા સોડમ રેસ્ટોરન્ટના સંચાલક બિરેન ધ્રુવ અને જીજ્ઞેશ ધ્રુવે સણસણતા આક્ષેપ કર્યા છે. આ પ્રકરણમાં આજથી કેટલાંક મહિનાઓ અગાઉ સોડમ રેસ્ટોરન્ટના માલિક જીજ્ઞેશ ધ્રુવ દ્વારા રાજકોટ પોલીસ કમિશનર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, જગ્યા દબાણ હટાવ શાખા, ટી.પી. શાખામાં અરજી કરી હતી તેમ છતાં સરગમ ફૂડ દ્વારા બિલખા પ્લાઝામાં કરવામાં આવેલા ગેરકાયદે દબાણ અને બાંધકામ પર તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. બિલખા પ્લાઝામાં સરગમ ફૂડની દાદાગીરી યથાવત છે.
બિલખા પ્લાઝામાં આવેલા સોડમ રેસ્ટોરન્ટના સંચાલકોએ જણાવ્યા મુજબ સરગમ ફૂડ હરીફ ફાસ્ટફૂડવાળાઓને સામ, દામ, દંડ, ભેદથી તેમની આસપાસ ટકવા દેતું નથી. સરગમ ફૂડ દ્વારા કોઈ પાર્કિંગની કે અન્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. સરગમ ફૂડ દ્વારા ગેરકાયદે બિલખા પ્લાઝાનું કોમન પાર્કિંગ પચાવી પાડવામાં આવ્યું છે. સરગમ ફૂડ દ્વારા ગેરકાયદે પાર્કિંગમાં રેસ્ટોરાંનો સામાન ખડકી દેવામાં આવ્યો છે એટલે ત્યાંના મિલ્કતધારકોને તેમના વાહન બહાર રસ્તા પર પાર્ક કરવા પડે છે એટલું જ નહીં, સરગમ ફૂડ દ્વારા શોપ આગળ માર્જિનની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે. જેથી બિલ્ડીંગ સ્ટ્રક્ચર પર જોખમ ઉભું થયું છે. સરગમ ફૂડ દ્વારા બિલખા પ્લાઝાની એન્ટ્રી પર કબજો જમાવી આસપાસની ખુલ્લી જગ્યામાં રેસ્ટોરાંનું સીટીંગ સ્પેસ ઉભું કરાયું છે જે પણ ગેરકાયદે છે. આ સિવાય સરગમ ફૂડ દ્વારા સમગ્ર બિલખા પ્લાઝામાં ગંદકી અને પ્રદૂષણ પણ ફેલાવવામાં આવી રહ્યું છે. બિલખા પ્લાઝાના જ કેટલાક ફ્લેટ, ઓફિસ, શોપ ધારકો મફતમાં નાસ્તા મળવાની લાલચે સરગમ ફૂડના ગેરકાયદે ચાલતા ધંધામાં સાથ આપી રહ્યા છે, આમ આ બિલ્ડીંગનું એસોસિએશન પણ સરગમ ફૂડને છાવરી રહ્યું છે. આ સમગ્ર મામલે મહિનાઓ અગાઉ સંબધિત વિભાગ – અધિકારીને વાંરવાર અરજી કરવામાં આવી છે તેમ છતાં આજ સુધી તંત્ર દ્વારા સરગમ ફૂડ પર કોઈ પગલાં લેવામાં આવ્યા નથી જે ચોંકાવનારી બાબત છે.
- Advertisement -
સરગમ ફૂડ પર તંત્રના ચાર હાથ?
રાજકોટના પ્રખ્યાત સરગમ ફૂડ પર તંત્રના ચાર હાથ હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. કસ્તુરબા રોડ પર આવેલા બિલખા પ્લાઝામાં સરગમ ફૂડ ક્યાં પ્રકારે મનમાની ચલાવે છે તે ત્યાં જતા જ પ્રથમ નજરે દેખાઈ આવે છે. સરગમ ફૂડના ગેરકાયદે દબાણથી ન માત્ર બિલખા પ્લાઝા અને આસપાસના રેસ્ટોરન્ટ, શોપ, ઓફિસ, ફ્લેટ ધરાવતા લોકો પરેશાન છે પરંતુ ત્યાંથી પસાર થતા રાહદારીઓ પણ સરગમ ફૂડથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તંત્ર પણ આ તમામ બાબતથી માહિતગાર હોવા છતાં કોઈ ભેદી કારણસર સરગમ ફૂડની મનમાની પર પગલાં લઈ રહ્યું નથી. આ અંગે વાંરવાર અરજી થવા છતાં પણ તંત્રનું મૌન સાબિત કરે છે કે, સરગમ ફૂડ સાથે તંત્રની મિલીભગત છે.
સરગમ ફૂડની દાદાગીરી અંગે સોડમ રેસ્ટોરન્ટનાં સંચાલકોએ શું કહ્યું? વિડીયો જોવા અહીં ક્લિક કરો…



