સારા અલી ખાન અને જાહ્નવી કપૂર આ અઠવાડિયે કરણ જોહરના શોમાં જોવા મળશે. શોનું ટ્રેલર સામે આવ્યું છે.
કરણ જોહરનો ચેટ શો કોફી વિથ કરણ સીઝન 7 નું પ્રીમિયર થઈ ચુક્યુ છે. પહેલા એપિસોડમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ આવ્યા હતા. હવે આ અઠવાડિયે બોલિવૂડની બે બેસ્ટ ફ્રેન્ડ સારા અલી ખાન અને જાહ્નવી કપૂર કરણના શોમાં જોવા મળશે. આ એપિસોડનું ટ્રેલર કરણ જોહરે સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. જેમાં કરણ જાહ્નવી અને સારા સાથે મસ્તી કરતો જોવા મળે છે.
- Advertisement -
ટ્રેલરમાં કરણ જોહર સારા અલી ખાનને એક છોકરાનું નામ પૂછે છે જેને તે હાલ ડેટ કરવા માંગે છે. પહેલા સારા જવાબ આપવાનો ઇનકાર કરે છે બાદમાં તે વિજય દેવરકોંડાનું નામ લે છે.
View this post on Instagram- Advertisement -
શું જાહ્નવીને પસંદ છે વિજય?
સારા જ્યારે વિજયનું નામ લે છે તો જાહ્નવી હસવા લાગે છે. તે પછી કરણ પૂછે છે કે તું અવારનવાર વિજય સાથે સ્પોર્ટ થાય છે. ત્યાર બાદ સારા જાહ્નવીને પુછે છે કે શું તે વિજયને લાઈક કરે છે?
સારાએ પોતાના એક્સ માટે કહી આ વાત
કરણ એક સેગમેન્ટમાં સારા પૂછે છે કે તે સારાનો એક્સ શા માટે છે. તેના પર સારા કહે છે – કારણ કે તે દરેકનો એક્સ છે. આપને જણાવી દઈએ કે કરણે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે સારા અલી ખાન અને કાર્તિક આર્યન એકબીજાને ડેટ કરી ચૂક્યા છે.
કોફી વિથ કરણનો આ એપિસોડ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 14 જુલાઈના રોજ પ્રીમિયર થવાનો છે. આ એપિસોડમાં સારા અને જાહ્નવી ઘણા ખુલાસા કરતા જોવા મળશે.