દત્ત ગિરનારી – ચાલો ભવનાથ – સનાતની સર્વોપરી
આવતીકાલે ભવનાથ ક્ષેત્રમાં સંમેલનની તૈયારીઓ શરુ
- Advertisement -
વરિષ્ઠ સંતો મહંતોની ઉપસ્થિતિમાં સંમેલન યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર દત્ત શિખરની પાંચમી ટૂંક પર આવેલ ગુરુદત્ત ભગવાન મંદિર ખાતે ગત તા.1 ઓક્ટોબરના રોજ સનાતન ધર્મ પર થયેલ હુમલા મુદ્દે આવતીકાલ ભવનાથ તળેટી ખાતે આવેલ ભારતી આશ્રમમાં વિરાટ સનાતની સંમેલન યોજાય રહ્યું છે જેમાં ગુજરાત ભરમાંથી વરિષ્ઠ સનાતની સંતો ઉપસ્થિત રહી તા.28 ઓક્ટોબરના રોજ ગિરનારની અસ્મિતા પર થયેલ હુમલા મુદ્દે વિરાટ સનાતની ધર્મ સંમેલન યોજાશે
ગિરનાર દત્તાત્રેય શિખર પર થયેલા હુમલાના વિરોધમાં થતા એફઆઈઆર દાખલ કરવાની માંગ સાથે આવતીકાલે ગુજરાત ભરના સાધુ સંતો મહંતો અને અને સનાતન ભક્તો દ્વારા એક વિરાટ સનાતાની સંમેલન યોજાય રહ્યું છે.
સનાતન ધર્મ પર થયેલ આ કુઠાર પ્રહારો ગિરનારની અસ્મિતાને સાચવવાના નીર્ધાર સાથે એક મંચ થઇ એક જૂથ થવાના ભાગરૂપે આ સંમેલનનું આયોજન કરેલું છે
જુનાગઢ ગિરનાર પર્વત ઉપર બિરાજમાન ગુરુ દત્તાત્રેય શિખર ઉપર થોડા દિવસો પહેલા દિગંબર જૈન સમાજના અનુયાયીઓ દ્વારા જે તોફાન કરવામાં આવ્યું હતું તેના અનુસંધાને એક સંત સંમેલન મળેલું અને આગામી તારીખ 28 ને શનિવારે વિરાટ સનાતન હિંદુ સંત સંમેલન મળી રહ્યું છે.
જેમાં ગિરનાર અંબાજી મંદિર અને દત સીખરના મહંત શ્રી તનસુખગીરી બાપુ દ્વારા આ સંમેલનમાં ઉમટી પડવા આહવાન કરવામાં આવ્યું છે તેની સાથે અનેક સનાતની ધર્મના સંતો અને સામાજિક સંસ્થા દ્વારા લોકોને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરી છે.