દિવાળી ઉપર લેવાયેલા નમૂનાનો હવે રિપોર્ટ આવ્યો !
રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા દિવાળી ઉપર લેવામાં આવેલ મુખવાસ તેમજ શ્રીખંડના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ બન્ને વસ્તુમાં કલરની ભેળસેળ ખુલવા પામી જ્યારે દેશી ઘાણીનું સીંગતેલના લેવામાં આવેલા નમૂનામાં આયોડીન વેલ્યુનો પ્રમાણ ધારાધોરણ કરતા વધુ હોવાનું ખુલતા તમામ સેમ્પલ ફેલ કરી એજ્યુડીકેશન કાર્યવાહી કરવામાં આવી હતી.જ્યારે અલગ અલગ મસાલા માર્કેટમાંથી ધાણાજીરૂ, મરચુ, હળદર પાઉડર સહિતના સેમ્પલ લઈ લેબમાં મોકલી અપાયા હતાં.
- Advertisement -
ફૂડ વિભાગ દ્વારા શહેરના પરા બજાર મેઈન રોડ પર આવેલ ‘અમૃત મુખવાસ’માંથી લેવામાં આવેલ ખાદ્યચીજ ‘મીઠો મુખવાસ (1 કિગ્રા પેક્ડ)’ નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જ્યારે “પાનચૂરી મુખવાસ (1 કિગ્રા પેક્ડ)નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે.
જ્યારે નવા નાકા રોડ પર, જૂની પ્રહલાદ ટોકિજ નજીક આવેલ પ્રકાશ સ્ટોર્સમાં લેવામાં આવેલ “ફેન્સી મીઠો મુખવાસ (કેસરી) (1 કિગ્રા પેક્ડ)નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.ફૂડ વિભાગ દ્વારા “શ્રીરામ માર્કેટિંગ, ઈ-50 જૂનું માર્કેટિંગ યાર્ડ, છઝઘ પાસે, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “આઈ સોનલ બ્રાન્ડ દેશી ઘાણીનું 100% શુદ્ધ સીંગ તેલનો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં બીઆરરીડીંગ 400 તથા આયોડિન વેલ્યુનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.
ગાયત્રી ડેરી ફાર્મ”, રામેશ્વર ચોક, ગીતગુર્જરી સોસાયટી મેઇન રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “ડ્રાયફૂટ કેશર શિખંડ (લુઝ) નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલરની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. તમામ વિરુદ્ધ એજ્યુબીકેશન કાર્યવાહી કરવામાં આવશે.