આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ કરાઇ
ખાસ-ખબર સંવાદદાતા
શહેર પોલીસની સતર્કતાને લીધે એક બાળકી નરાધના હાથે પીંખાતા રહી ગઈ છે. આટલું એટલા માટે શક્ય બન્યું છે કે, પોલીસે પોતાના વિસ્તારના લોકો સાથે એક સંકલન કેડવ્યું છે અને પોતાના નંબર સ્થાનિક લોકોને અને સ્થાનિક લોકોના નંબર પોલીસે લીધા હતા. આ સંકલનને લીધે જ બાળકીને શિકાર બનાવવા આવેલા વ્યક્તિને પોલીસ ઝડપી પાડવામાં સફળ રહી હતી. જોકે, પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
સુરત શહેરનું છેવાડાનું પોલીસ સ્ટેશન એટલે ડુમ્મસ. અહીં મોટી સંખ્યામાં લોકો ફરવા આવતા હોય છે, ત્યારે શનિ-રવિની રજામાં ત્રણથી ચાર લાખ લોકો આ વિસ્તારની મુલાકાત લેતા હોય છે. આ વિસ્તારના પોલીસ સ્ટેશનના અધિકારી અંકિત સૌમ્યા દ્વારા આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખાસ લોકો સાથે સંકલન કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોની મદદથી લોકોને પોલીસના મિત્ર બનાવવામાં આવ્યા હતા. જે સામાન્ય ઘટનાની જાણકારી પોલીસને આપે તે માટે સંકલન ઉભું કરી પોતાના નંબર સ્થાનિક લોકોને અને સ્થાનિક લોકોના મોબાઈલ નંબર પોતાની પાસે રાખી સતત સંપર્કમાં રહેતા હતા. જેને લઈને આજે એક મોટી ઘટના બનતા રહી ગઈ હતી.
સુરતના વેસુ વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 11 વર્ષની બાળકી કે જે ઘર પાસે આવેલી લોટસ સ્કૂલની બાજુના મેદાનમાં રમતી હતી, ત્યારે આ બાળકીની એકલતાનો લાભ લઈને સુરતના ઉધના વિસ્તારમાં દિપેશ્વરી એપાર્ટમેન્ટમાં રહેતો દીપ ચાવલા નામનો 35 વર્ષનો યુવક કે જે મૂળ રાજસ્થાનનો વતની છે, તેણે બાળકી ઉપર નજર બગાડી હતી. યુવક બાળકીને પોતાના ખાનગી ટુ-વ્હીલર પર આવીને લાલચ આપીને ખાવાની વસ્તુ આપવાના બહાને ગાડી પર બેસાડીને ડુમ્મસ વિસ્તારમાં લઈ આવ્યો હતો. યુવક બાળકીને બદકામ કરવાના ઇરાદે ઝાડીઓમાં લઇ જઈ રહ્યો હતો, ત્યારે આ જ વિસ્તારમાં પોલીસે ઉભું કરેલું સંકલન મદદે આવ્યું હતું. દરિયા કિનારે મકાઈ ભેળની લારી ચલાવતા રમીલાબેન ડોડીયા પટેલને આરોપી પર શંકા જતાં તેમણે તાત્કાલિક ડુમ્મસ પોલીસનો સંપર્ક કર્યો હતો.