તેમના પરિવારમાં તેમની પત્ની કાલિંદી, પુત્ર નયન, જે સૌરાષ્ટ્ર માટે ઘરેલુ ક્રિકેટ અને સરે માટે કાઉન્ટી ક્રિકેટ રમ્યો હતો અને પુત્રી વિશાખાનો સમાવેશ થાય છે.
ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર દિલીપ દોશીનું ગઈકાલે લંડનમાં દુખદ અવસાન થયું છે. 77 વર્ષીય પૂર્વ સ્પિનર દિલીપભાઈને હૃદય રોગનો તીવ્ર હુમલો આવ્યો જે જીવલેણ નીવડ્યો. દિલીપ દોશીના નિધનથી ભારતીય ક્રિકેટ જગતમાં ઘેરો શોક છવાયો છે.
- Advertisement -
દિલીપભાઈનો જન્મ 22 ડિસેમ્બર, 1947 ના રોજ રાજકોટમાં થયો હતો. જૈન – દોશી પરિવારમાં તેઓ સૌથી મોટા પુત્ર હતા. તેમનાથી નાના બે ભાઈ અને એક બહેન. દિલીપભાઈ દોશી સૌરાષ્ટ્ર માટે ફર્સ્ટ કલાક ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. ત્યારબાદ પશ્ચિમ બંગાળથી તેઓ રણજી ટ્રોફી રમ્યા. વર્ષ 1979 માં તેમણે 32 વર્ષની ઉમરે ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન પ્રાપ્ત કર્યું અને ટીમ ઈન્ડિયા માટે ડેબ્યું કર્યું. વર્ષ 1983માં તેઓ નિવૃતિ લીધી તે પૂર્વે સૌરાષ્ટ્ર વતી રણજી મેચ રમ્યા હતા. ડાબોડી સ્પિન બોલર દોશીએ 33 મેચોમાં 114 ટેસ્ટ વિકેટ લીધી હતી, જેમાં છ વખત પાંચ વિકેટનો સમાવેશ થાય છે. તેમણે 15 વનડેમાં 3.96 ના ઇકોનોમી રેટથી 22 વિકેટ પણ લીધી હતી. દોશીએ સૌરાષ્ટ્ર, બંગાળ, વોરવિકશાયર અને નોટિંગહામશાયર માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ પણ રમ્યું હતું.
1968-69 સીઝનમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં ડેબ્યૂ કરતા, દોશીએ 1986માં નિવૃત્તિ લેતા પહેલા 238 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હતી અને 43 વખત પાંચ વિકેટ સાથે 898 વિકેટ લીધી હતી. તેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાં છ વખત 10-વિકેટ પણ લીધી હતી, જ્યાં તેમણે બંગાળ અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સપ્ટેમ્બર 1979માં ચેન્નઈ ખાતે ઓસ્ટ્રેલિયા સામે પોતાની પહેલી ટેસ્ટ રમવા માટે દોશીને 32 વર્ષના થાય ત્યાં સુધી રાહ જોવી પડી, જ્યાં તેમણે પહેલી ઇનિંગમાં 103 રન આપીને 6 વિકેટ લીધી અને બીજી ઇનિંગ્સમાં બે વિકેટ લીધી. ત્યારથી, તેઓ ટીમના નિયમિત સભ્ય રહ્યા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનનો પણ પ્રવાસ કર્યો. 1983માં સપ્ટેમ્બરમાં બેંગલુરુ ખાતે પાકિસ્તાન સામે પોતાની છેલ્લી ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કર્યાના બરાબર ચાર વર્ષ પછી રમ્યા. દિલીપ દોશી 30 વર્ષની ઉંમર પછી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યા પછી 100 થી વધુ ટેસ્ટ વિકેટ મેળવનાર બીજા બોલર છે, જ્યારે ઓસ્ટ્રેલિયાના ક્લેરી ગ્રિમેટ પ્રથમ બોલર છે.
દિલીપ દોશી તેમના પત્ની કાલિન્દી, પુત્ર નયન કે જેઓ ખુદ એક ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રહી ચૂક્યા છે, પુત્રી વિશાખા, પૌત્ર અર્જુન અને પૌત્રી અંબિકા સાથે લંડનમાં રહેતા હતા. તેઓ મુંબઈ અને લંડનમાં સ્થાયી થયા હતા. દિલીપભાઈ ભારતમાં વિદેશી લકઝરી બ્રાન્ડ જેમકે મોન્ટ બ્લાંક, બર્બેરી, કનાલી, વેજવુડ, એકવા ડી પારમા, વગેરે સહિતની બ્રાન્ડ લાવ્યા હતા. 90 ના દાયકામાં વિદેશી બ્રાન્ડ ભારતમાં લાવનાર તેઓ સૌપ્રથમ ઉદ્યોગપતિ હતા.
- Advertisement -