પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા સાહેબ તથા પોલીસ વડા ચૈતન્ય માંડલિક સાહેબ અે સાબરકાંઠા જીલ્લામા છેતરપીંડીના ગુન્હાઓ બનતા અટકાવવા તથા બનેલા ગુન્હાઓ શોધી કાઢવા સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ. અેમ.ડી.ચંપાવતને સુચના કરેલ તે આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ. અેમ.ડી.ચંપાવત તથા પો.સ.ઇ. જે.પી.રાવ.ટીમના માણસો અે.અેસ.આઇ. વિજયસિંહ, અે.અેસ.આઇ. વિક્રમસિહ, અ.હે.કો. મો.સલીમ, હે.કો.સનતકુમાર,અ.પો.કો. વિજયસિંહ, અ.પો.કો. પ્રહષૅકુમાર, અ.પો.કો. મહેન્દ્રકુમાર, આ.પો.કો. વિજયભાઇ, આ.પો.કો. પ્રકાશભાઇ, આ.પો.કો. અનિરુદ્ધસિંહ, આ.પો.કો. રાજુભાઇ ની ટીમે ખાનગી બાતમી મળેલ કે હિંમતનગર મહેતાપુરા વિસ્તારમાં નકલી.આર.સી.બુક. બનાવવાનુ કૌભાંડ ચાલે છે અને ટુ વ્હીલરના કોઈપણ જાતના પેપર વગર માત્ર નંબર આધારે નકલી આર.સી.બુક. કાઢી આપી સરકારી ફી ની ચોરી કરવામાં અાવે છે તથા સરકારી પ્રકિયામાંથી પસાર થયા વગર જ નકલી આર.સી.બુકો. બનાવી આપવામાં આવે છે જે માહિતી આધારે આ બાબતે ગંભીરતા રાખી રેકેટ ચલાવનાર આરોપીઓને પકડવા માટે ડમી ગ્રાહક નુ આયોજન કરવામાં અાવેલ ડમી ગ્રાહક ને અેક મોટરસાયકલનો નંબર અાપી નકલી આર સી બુક બનાવવા માટે મોકલવામાં આવેલ અને ડમી ગ્રાહક સફળ થતા નકલી આર સી બુક સાથે હિંમતનગર મહેતાપુરામા ભાડેથી રહેતા (૧)નિરવ કે બારોટ (૨)પીયુષભાઇ પી કથરોટીયા(૩) મો.સલીમ અે મેમણ ને આરસી બુક બનાવવાના સંસાધનો લેપટોપ,પ્રિન્ટર સાથે અન્ય ગેજેટ્સ મળી રૂપિયા ૯૦,૫૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા અને આ ત્રણે ઇસમો વિરુદ્ધ હિંમતનગર બી.ડિવી પોલીસ સ્ટેશને ગુન્હો દાખલ કરાવી કાયદેસર કાયૅવાહી ધરવામાં અાવી હતી.

 જગદીશ સોલંકી (સાબરકાંઠા)