વિશ્વભરમાં ક્રૂડ ઓઈલના ભાવો આકાશને આંબી રહ્યા છે, આજે કાચા તેલનો ભાવ 130 ડોલર સુધી પહોંચ્યો છે.
જે 14 વર્ષનો સૌથી ઉંચો છે. કાચા તેલમાં આવેલી તેજીના બે મુખ્ય કારણો સામે આવી રહ્યા છે. ઈરાનથી ક્રૂડ ઓઈલની સપ્લાઈમાં વિલંબ થવાની ભીતિ બજારમાં વધી ગઈ છે. બીજી તરફ અમેરિકા, યુરોપ અને સાથી દેશોએ રશિયા (રશિયા યુક્રેન કટોકટી) પાસેથી તેલ ન ખરીદવાનું મન બનાવી લીધું છે. તેના કારણે માંગ કરતા પુરવઠો ઘણો ઓછો રહ્યો અને ક્રૂડ ઓઈલ 2008 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે.
- Advertisement -
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને જણાવ્યું હતું કે રશિયા પાસેથી તેલ અને કુદરતી ગેસની આયાત પર પ્રતિબંધો લાદવા અંગે અમેરિકા અને તેના સહયોગી દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે.
તેલ અને ગેસની આયાત વિશે પૂછવામાં આવતા, બ્લિંકને રવિવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ જો બિડેને એક દિવસ અગાઉ આ વિષય પર તેમની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક યોજી હતી.