રુબિયા સઈદ યાદ છે ? ન હોય તો હોવી જોઈએ કારણ કે અભ્યાસુઓ અને ઈતિહાસ એવા ઈંગિત આપે છે કે કાશ્મીરનો કાયમી સડો કેન્સરગ્રસ્ત બની ગયો તેમાં આ મહોતરમા ક્યાંકને ક્યાંક નિમિત્ત બન્યા છે.
શાહનામા
– નરેશ શાહ
– નરેશ શાહ
વાત 1989ની છે પણ કાશ્મીરનો ઝખમ ક્યાં ર0ર1માં પણ રુઝાયો છે એટલે ઘટના, પાત્રો અને પૂર્વસ્થિતિનો ફટાફટ ફલેશ બેક જોઈ લઈએ. રુબિયા સઈદ કાશ્મીરમાં બે વખત મુખ્યમંત્રી બનેલાં અને જાન્યુઆરી, ર016માં જન્નતનશીન થયેલાં મુફતી મોહમ્મદ સઈદના દીકરી છે. મુફતી મોહમ્મદના એક ઔર દીકરી. મહેબુબા મુફતી તેમના પોલિટિકલ વારસ તરીકે કાશ્મીરની પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના ર્ક્તાધર્તા છે. કાશ્મીરમાં નેશનલ કોંગે્રસના શેખ અબ્દુલ્લાહ અને પીડીપીના મુફતી મોહમ્મદ સૈયદ વચ્ચે કાયમ છતીસનો આંક રહ્યો છે. પહેલાં રાજીવ ગાંધીની કોંગે્રસ (જેમાં મુફતી પર્યટન મંત્રી બનેલાં), પછી વી.પી. સીંઘના જનમોરચામાં (જેમાં ભારતના પ્રથમ મુસ્લિમ ગૃહમંત્રી મુફતી બન્યા હતા) અને પછી પછી પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી બનાવીને ર00ર અને ર01પમાં(ભાજપનો સહયોગ લઈને) બે વખત મુખ્યમંત્રી બનેલા મુફતી મોહમ્મદ સઈદને 1989માં વડાપ્રધાન વી. પી. સિંહે ભારતના ગૃહમંત્રી બનાવ્યા તેના એક જ અઠવાડીયા પછી કાશ્મીરમાં મેડિકલનું ભણી રહેલી તેમની દીકરી રુબિના સઈદનું, એ હોસ્પિટલની બસમાં આવતી હતી ત્યારે ઘરથી માત્ર પાંચસો મીટર દૂર જ તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. એ વખતે રુબિના માત્ર ર3 વરસની હતી અને મુફતી મોહમ્મદ સઈદનું કાશ્મીરમાં ખાસ ઉપજણ નહોતું.
- Advertisement -
સાત દિવસ પછી રુબિયા તો હેમખેમ ઘેર આવી ગઈ પણ તેના બદલામાં જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રંટે મૂકેલી માંગણી મુજબ આપણે, ભારત સરકારે જેકેએલએફના એરિયા કમાન્ડર શેખ અબ્દુલ હમીદ, ગુલાબ નબી બટ, નૂર મુહમ્મદ કલવાલ, મુહમ્મદ અલ્તાફ અને જાવેદ જરગર નામના બળવાખોર આતંક્વાદીઓને છોડવા પડયા હતા. આ ઘટના વખતે કાશ્મીરના મુખ્યમંત્રી શેખ અબ્દુલ્લાહ હતા અને તેઓ રુબિનાના બદલામાં પાંચ આતંકીઓને છોડવાની ખિલાફ હતા. એ પછી તેમણે રાજીનામું આપી દીધું હતું પણ શેખ અબ્દુલ્લાની આશંકા ત્યાર પછી સાચી પડી. કાશ્મીર એ પછી વિદ્રોહી, જેહાદીઓ અને આતંકીઓનું સતત શિકાર બનતું રહ્યું છે. યાસિન મલ્લિક ત્યાર પછી ગૃહપ્રધાન મુફતી મોહમ્મદ સઈદની કૃપાથી જેકએલએફના કમાન્ડર બન્યો અને કાશ્મીરમાંથી લગભગ પોણા બે લાખ કાશ્મીરી પંડિતોને કાશ્મીર છોડવું પડે એવી સ્થિતિ યાસિન મલ્લિકે ઉભી કરી દીધી. આ એ જ જેકેએલએફ હતું કે જેણે ગૃહપ્રધાનની દીકરી રુબિયા સઈદનું અપહરણ કરીને પાંચ આતંક્વાદી (જેમાંના જાવેદ અને નૂર મુહમ્મદ આજે યાસિન મલ્લિક સાથે કામ કરે છે) ઓને છોડવા માટે દેશને મજબુર ર્ક્યો હતો પણ… કહાની મેં ટવિસ્ટ હવે આવે છે. આ અપહરણકાંડ પછીથી સતત એવી વાતો ચાલી રહી છે કે આ આખો કાંડ (રાજકીય વિરોધી શેખ અબ્દુલ્લાહને પછડાટ આપવા અને કાશ્મીરીઓમાં લોકપ્રિય થવા) ખુદ મુફતી મોહમ્મદ સૈયદ અને યાસિન મલ્લિક તેમજ મિયા સરવારનું જ રચેલું ષડયંત્ર હતું. શંકા જાગવી તેમજ સવાલો ઉઠવા પણ સ્વાભાવિક હતા કારણકે દેશના ગૃહમંત્રીની દીકરી હોવા છતાં મેડિકલ કોલેજથી આવતી રુબિના સઈદ સાથે કોઈ સુરક્ષ્ાાકર્મી નહોતો. યાસિન મલ્લિક (પછીથી એ જેકેએલએફનો કમાન્ડર બન્યો ) અને મુફતી મોહમ્મદ સઈદ સાથેના તેના સંબંધો પણ જાણીતા હતા.
અપહરણ બાદની ઘરવાપસી પછી આજ સુધી રુબિના સદઈ કદી લાઈમલાઈટમાં આવી નથી. તેણે પિતા સાથે જાહેરમાં દેખા દીધી નથી કે પિતા મુફતીસાહેબે અને દીકરી રુબિનાએ આ કાંડ વિષે કાચો શબ્દો પણ ફોડયો નથી. ડિસેમ્બર, ર01પમાં નાજુક તબિયત પછી મુફતી મોહમ્મદ સૈયદને કાશ્મીરથી દિલ્હીની એઈમ્સ હોસ્પીટલમાં ખસેડાયાં ત્યારે (ર8 વરસે) છેક રુબિના પિતા સાથે દેખાણી હતી અને એ કદાચ, તેના ડોકટર હોવાના કારણે જ હશે. ર00પથી તો રુબિના કાશ્મીર છોડીને પતિ-બાળકો સાથે ચેન્નાઈમાં એકદમ લો પ્રોફાઈલ લાઈફ જીવે છે. અલબત્ત, આ વાતોને અંગત ગણી લઈએ તો પણ હકીક્ત એ છે કે આખો અપહરણ કાંડ સ્વરચિત અથવા તો પૂર્વાયોજીત હતો એવો બ્લાસ્ટ કરતું પુસ્તક કાશ્મીરના જ એક વિોહી નેતા હિલાલ અહમદ વારે (ધ ગે્રટ ડિસ્કલોઝર : સિક્રેટ અનમાસ્કડ ) લખ્યું છે કે જેમાં મુફતી મોહમ્મદ સઈદને જ આ કાંડના રચયિતા ગણાવીને નામઠામ સાથે (તત્કાલિન ડીજીપી ગુલામ જિલાની, મિયાં સરવર, યાસિન મલ્લિક, ડૉ. ગુરુ)ની વિગતો આપી છે. આ પુસ્તક કાશ્મીરના ગટરકલાસ રાજકારણ ઉપર તો પ્રકાશ ફેંકે જ છે પણ રુબિના અપહરણ કાંડમાં કાળજીપૂર્વક રખાયેલી બેદરકારી તરફ પણ ધ્યાન દોરે છે.
મેડિકલ કોલેજની બસમાંથી અપહરણ થયેલી રુબિના છ દિવસ સુધી અપહરણર્ક્તાઓના કબજામાં હતી. કોણે તેનું અપહરણ કરેલું, એ લોકો દેખાવમાં કેવા હતા, તેને ક્યાં રાખવામાં આવેલી, તેની સાથે કોઈ અન્ય હતું કે કોઈ મહિલા હતી ખરી, અપહરણર્ક્તાઓએ રુબિના સાથે કેવો વહેવાર કરેલો અને કેવી યાતનાઓ આપેલી… આવા સવાલ નેચરલી, અપહરણમાંથી હેમખેમ છૂટેલી દરેક વ્યક્તિને પોલીસ પૂછતી હોય છે પરંતુ રિસાલ અહમદે તપાસ કરી તો ખબર પડી કે પોલીસના દસ્તાવેજમાં રુબિનાનું આ બારાનું કોઈ નિવેદન દર્જ કરવામાં આવ્યું નથી સત્ય કદાચ, બીજું હોઈ શકે પણ એ સંશય તો રહે જ છે કે મુફતી પરિવાર આવા સંવેદનશીલ મુે ચુપ્પી સાધીને કેમ બેઠો રહ્યો. રિસાલ અહમદે પુસ્તક લખ્યું તેને પણ વીસ વરસ થઈ ગયા છે છતાં નથી કોઈએ તેનું ખંડન ર્ક્યું. નથી ખુલાસો આપ્યો. રિસાલ અહમદ એટલે જ કદાચ કહે છે કે, જો લાગતા વળગતાંઓને એમ લાગતું હોય કે મેં ખોટું લખ્યું છે તો મારી પર મુકદમો કેમ નથી કરતાં આ લોકો ? …ક્યૂં કી મૈં અસલિયત લાયા હું