ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
હવામાન વિભાગની આગાહીના પગલે ચોમાસુ વેહલું બેસી જશે ત્યારે મુંબઈમાં મુશળધાર વરસાદથી જન જીવન પર અસર જોવા મળી છે જયારે હવે તેની અસર સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે ગઈકાલ સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે વેહલી સવારથી વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. આજ સવારથી ગિરનાર પર્વત પર ભારે ધુમ્મસ ભર્યું વાતાવરણ સાથે કાળા ડિબાંગ વાદળો સાથે મીની આંધી આવતા પર્વત પરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને વિઝિબિલિટીના લીધે થોડે દૂર પર કઈ જોઈ શકાતું નથી તેમજ પવનની ગતિ તેજ રહેતા રોપ-વે બંધ કરવાનો નિર્ણય કંપની તરફથી લેવામાં આવ્યો છે.એજ રીતે શહેર અને જિલ્લાના વાતારણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે જાણે ચોમાસુ નજીક હોઈ અને ગમે ત્યારે વરસાદ પાડવાની સંભાવના જોવા મળી રહી છે જયારે જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. તેમજ સોરઠમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ હોય તેમ ઉના અને ગીર ગઢડા પંથકમાં વરસાદ વરસ્યો છે. આમ વેહલા ચોમાસાના એંધાણ વર્તાય રહ્યા છે.
જૂનાગઢ ગિરનાર પર્વત પર ધુમ્મસ સાથે મિની આંધી આવતા રોપ-વે બંધ કરાયો
