સેમ્પલ માટે 15 ફૂટનો ખાડો ખોદાવ્યો ને સેમ્પલ લેવા ઊતરતાં ભેખડ ધસી પડતાં દુર્ઘટના બની
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
ગુજરાતનું હડપ્પા સંસ્કૃતિનું મહત્ત્વનું કેન્દ્ર ગણાતા લોથલમાં આજે ભેખડ ધસી પડતાં બે મહિલા અધિકારી દટાયાં હતાં. દિલ્હી અને ગાંધીનગરથી માટીનાં સેમ્પલ માટે ગયેલાં બંને મહિલા અધિકારી સેમ્પલ મેળવી રહ્યાં હતાં ત્યારે જ ભેખડ ધસી પડતાં બંને દટાયાં હતાં. એમાં એક મહિલા અધિકારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્યની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. આ દુર્ઘટનામાં 23 વર્ષીય સુરભિ વર્માનું મોત નીપજ્યું છે, જ્યારે 45 વર્ષીય યામા દીક્ષિત જે જિયોલોજિસ્ટ છે, તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
- Advertisement -
અમદાવાદ જિલ્લાના લોથલમાં હાલ મેરીટાઈમ મ્યુઝિયમની કામગીરી ચાલી રહી છે. એની નજીકમાં જ આવેલી જૂની સાઈટ પાસે રસ્તાનું કામ ચાલી રહ્યું હતું. મળતી માહિતી મુજબ, દિલ્હીથી અધિકારી અને સ્ટુડન્ટ્સ માટીનાં સેમ્પલ માટે આવ્યા હતા, જેમણે IITથી એક 15 ફૂટનો ખાદો ખોદાવ્યો હતો અને ત્યાર બાદ એમાં સેમ્પલ લેવા માટે ઊતર્યાં હતાં. આ સમયે જ ભેખડ ધસી પડતાં બે મહિલા અધિકારી દટાયાં હતાં, જેની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. ધોળકા અને અમદાવાદ ફાયરબ્રિગેડનાં ચાર વાહનો અને 15 જવાન ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ, જે બે મહિલા અધિકારીઓ માટીનાં સેમ્પલ લેવા માટે ખાડામાં ઊતર્યાં હતાં એમાં એક IITનાં અને અન્ય દિલ્હીનાં જિયોલોજિસ્ટ હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલાં એક મહિ IITના અધિકારીઓ આજે લોથલ પહોંચ્યા હતાં, જ્યાં જૂના લોથલ પાસે ખાડા ખોદી માટીનાં સેમ્પલ કલેક્ટ કરી રહ્યાં હતાં ત્યારે જ ખાડામાં કાદવના કારણે બંને મહિલા અધિકારી ખૂંપવા લાગ્યાં હતાં અને માથેથી ભેખડ ધસી પડતાં બંને દટાયાં હતાં.