રોબર્ટ રેડફોર્ડ, સ્ક્રીન આઇડોલના ડિરેક્ટર અને એક્ટિવિસ્ટ બન્યા, 89 વર્ષની વયે અવસાન
તેમણે દુઃખ અને રાજકીય ભ્રષ્ટાચાર જેવા ગંભીર વિષયોને જનતામાં પડઘો પાડ્યા, તેમની પોતાની સ્ટાર પાવરના કારણે નાના ભાગમાં
- Advertisement -
દેખાવડા અને હીરોઇક ફિગર છતાં પણ રેડફોર્ડ પ્રયોગોમાં પાછા પડયા ન હતા. ગ્લેમરવિહીન રોલમાં પણ તેમણે કાબિલેદાદ અભિનય કર્યો હતો. તેમની અભિનય પ્રત્યેની પ્રતિબદ્ધતાએ લો-બજેટ ફિલ્મોને ઓક્સિજન પૂરો પાડયો હતો. તેમની સહ અભનેત્રીઓમાં જેન ફોન્ડા અને મેરિલ સ્ટ્રિપ જેવા નામોનો સમાવેશ થતો હતો. મેરિલ સ્ટ્રિપે તો રોબર્ટ રેડફોર્ડને લઈને ત્યાં સુધી જણાવ્યું કે તેના નિધનથી હોલિવૂડે સિંહ ગુમાવ્યો છે. જેન ફોન્ડાએ જણાવ્યું હતું કે રોબર્ટના નિધનથી ખાલીપો વર્તાઈ રહ્યો છે. જ્યારે ટોમ ક્રુઝનું કહેવું છે તે મારા આદર્શ હતા.
ફિલ્મોમાં સફળતા મેળવ્યા પછી રોબર્ટ રેડફોર્ડે ઇન્ડિપેન્ડન્ટ સિનેમાની ચળવળ શરૂ કરી હતી. સફળ અભિનેતા પછી તેઓ સફળ નિર્માતા અને દિગ્દર્શક પણ બન્યા હતા. એંસી અને ૯૦ના દાયકામાં તે કલાકારના બદલે તેમની સનડાન્સ ફિલ્મ ઇન્સ્ટિયુટ દ્વારા ફિલ્મ નિર્માણ અને દિગ્દર્શન માટે વધારે જાણીતા બન્યા હતા. તેમણે ૧૯૮૫માં ફરી પાછા તેમના સ્ટારડમને ચમકાવતી ફિલ્મ આઉટ ઓફ આફ્રિકા કરી હતી અને તેમની છેલ્લી ફિલ્મમાં જોઈએ તો ૨૦૧૩માં તેમની ફિલ્મ ઓલ ઇઝ લોસ્ટને બેસ્ટ રિવ્યુઝ મળ્યા હતા. તેમની ફેરવેલ મૂવી ૨૦૧૮માં આવેલી ધ ઓલ્ડમેન એન્ડ ગન હતી. તે સમયે તેમણે જણાવ્યુ હતું કે બસ હવે હું નિવૃત્ત થાઉં છું. મારી ઉંમર ૮૦ને પણ વટાવી ગઈ છે. હુ મારી પત્ની અને સંતાનો સાથે સમય પસાર કરવા માંગું છું.
તેઓ આજીવન ઇન્ડિપેન્ડન્સ એટલે કે સ્વતંત્રતાના હિમાયતી રહ્યા હતા. તેમણે ઇન્ડિપેન્ડન્સ ફિલ્મ મૂવમેન્ટ શરૂ કરી હતી. તેઓ આજીવન ઇન્ડિપેન્ડન્સ ફિલ્મોના હિમાયતી રહ્યા હતા. આ જ લાઇન પર ભારતમાં સમાંતર સિનેમા એટલે કે આર્ટ ફિલ્મોનો દોર શરૂ થયો હતો. તેઓ કોઈપણ પ્રકારના અંકુશના વિરોધી હતા. ઉદારવાદના અને નાગરિક મૂલ્યોના જબરદસ્ત સમર્થક હતા. તેમણે સ્થાપેલું ઇન્સ્ટિટયુટ આજે હોલિવૂડમાં કામ કરવા માંગનારાઓ માટે જાણીતું ઇન્સ્ટિટયુટ બની ગયું છે. તેમનું ઇન્સ્ટિટયુટ હોલિવૂડના કેટલાય કલાકારો માટે પ્લેટફોર્મ બન્યું છે.નવી પ્રતિભાઓને વિકસાવવાની તેમનામાં આવડત હતી. તેઓ જાણીતા પર્યાવરણવિદ પણ હતા. આના માટે તે એનજીઓ પણ ચલાવતા હતા. યુએનમાં ક્લાઇમેટ ચેન્જને લઈને ૨૦૧૫માં તેમણે આપેલું ભાષણ આજે પણ ઘણુ મહત્ત્વનું મનાય છે. વર્તમાન પ્રમુખ ટ્રમ્પના તે પ્રબળ ટીકાકાર હતા. તેમણે ટ્રમ્પને સરમુખત્યાર ગણાવ્યા હતા. અમેરિકા સ્વતંત્રતા, ઉદારતા, સહિષ્ણુતા, સમાવેશિતા, માનવતા, વૈવિધ્યતા જેવા મૂલ્યો માટે જાણીતું છે તે બધા જ મૂલ્યો ટ્રમ્પ જેવા એક જ વ્યક્તિના કારણે જોખમમાં મૂકાયા હોવાનું તેમણે ૨૦૧૯માં જણાવ્યું હતું. આજે તે વાત પણ સાચી પડતી દેખાય છે.