રાજકોટમાં પરિવાર બાળકોને ફરવા રેસકોર્સ લાવ્યો, અજાણ્યા શખસો પાર્ક કરેલી કારના કાચ ફોડી
8.20 લાખનું સોનુ ચોરી ફરાર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાળકોને ફરવા માટે લઈ ગયેલા પરિવારની પાર્ક કરેલી ગાડીમાંથી કાચ તોડી કોઈ અજાણ્યા શખસો 8.20 લાખ કિંમતના 20.50 તોલા સોનાના દાગીના ચોરીની ઘટના સામે આવી છે. આ અંગે પરિવારે પ્રદ્યુમનગનગર પોલીસેમાં ફરિયાદ નોંધાવી છે. આથી પોલીસે અજાણ્યા શખસો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટના શ્રોફ રોડ પર શારદા બાગ પાસે આવેલી ઈંઈઈંઈઈં બેંકમાં રિજનલ હેડ સેલ્સ તરીકે પ્રાઇવેટ નોકરી કરતા ફરિયાદી હરદીપસિંહ પરાક્રમસિંહ ઝાલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે તેઓ તેમના કાકાજી સસરા ગીરિરાજસિંહ અમરસિંહ જાડેજાને ત્યાં લગ્નપ્રસંગ હતા. ત્યાં મારા પત્ની શીલાબા તથા મારો પુત્ર હર્ષવર્ધન બધા લગ્નપ્રસંગમા ગયા હતા. આ લગ્ન પ્રસંગમાં મારા સાળા મયુરસિંહના પત્ની શીતલબા તથા તેમનો દીકરો પરિક્ષીતસિંહ અને મારા બીજા સાળા હરદીપસિંહ ઝાલાના પત્ની હીનાબા તથા મારા સાળી ભાવીકાબા તથા તેમના દિકરી ખુશાલીબા બધા આવ્યા હતા. જેથી અમે રેસકોર્સ કાર પાર્ક કરીને ફરવા નીકળ્યાં હતાં. ત્યારપછી પોણા કલાક બાદ આશરે સવા દશેક વાગ્યે અમે પરત અમારી ગાડી પાસે આવીને જોયું તો અમારી ફોરવ્હીલની ડાબી સાઇડના બંન્ને કાચ તુટેલા હતા અને ગાડીમાં જોયું તો અમે અમારી ગાડીમાં રાખેલા બે પર્સ જેમાં સોનાના દાગીના રાખ્યા હતા તે જોવામાં આવ્યા નહીં. આથી ચોરી થયેલ હોવાનુ જણાઇ આવ્યું હતું.