ખાસ-ખબર સંવાદદાતા
યાજ્ઞિક રોડ પર આવેલ સર્વેશ્ર્વર ચોક ખાતે બનેલ ઘટના અન્વયે ગઈકાલ ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેશ્ર્વર ચોકમાં રસ્તાના ભાગે આવેલા સ્લેબનું સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી માટેનું ટેસ્ટીંગ આજે તા. 29-09-2023ના રોજ હાથ ધરવામાં આવ્યું હતું. તેમ મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર અને મ્યુનિ. કમિશનર આનંદ પટેલે સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્ટ્રકચરલ સ્ટેબિલિટી માટેના ટેસ્ટીંગનું પરિણામ આવ્યે સર્વેશ્ર્વર ચોકના વોંકળા પૈકીના ભાગનો કેવો અને કેટલો ઉપયોગ કરવો તે જાણી શકાશે તથા આસપાસના અન્ય કોમ્પ્લેક્ષના વેપારીઓ, રહીશો તથા રાહદારીઓની સુગમતાને ધ્યાનમાં લઈ સર્વેશ્ર્વર ચોકમાં વોંકળા સિવાયના ભાગનો ઉપયોગ કરવા હાલ છૂટ આપવામાં આવી છે.