સૂચિત સોસાયટીની જેમ સર્ટિફિકેટથી ઑફિસનું વેંચાણ!
આર.કે. પ્રાઈમના બિલ્ડરોએ ટેરેસ પાર્કિંગ પ્લાનમાં દર્શાવ્યું પરંતુ ઑફિસ ધારકોને આપ્યું નહીં
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા મહાપૂજાધામ ચોક પાસે આવેલા આર.કે.પ્રાઈમ-2ના બિલ્ડરોએ પાર્કિંગના નામે ઑફિસો ધારકો પાસેથી પૈસા તો ઉધરાવ્યા જ હતા જ્યારે બિલ્ડરોનું નવું એક ગતકડું સામે આવ્યું છે. બિલ્ડરોએ ચાલાકીથી વ્હીક્યુલર લિફ્ટ ન બનાવી સાદી લિફ્ટ નાખી તેના સ્થાને ઑફિસો બનાવી નાખી રોકડી કરી લીધાનું સામે આવ્યું છે. આર.કે.પ્રાઈમ-2ના નકશામાં વ્હીક્યુલર લિફ્ટ બતાવવામાં આવી છે જેમાં ટુ વ્હીલ ઉપર સુધી લઈ જઈ શકાય છે. પરંતુ આ લિફ્ટ ફક્ત નકશામાં જ બતાવવામાં આવી છે. હકીકતમાં ત્યાં જઈને જોઈએ તો તેના સ્થાને સાદી લિફ્ટ મુકવામાં આવી છે. અને બિલ્ડરોએ ઘઝજના સ્થાને 65 સ્કવેર ફૂટની ઑફિસો બનાવી વેચી નાખી પૈસા રોકડા કરી લીધા…! વ્હીક્યુલર લિફ્ટ ન મુકતા તેની જગ્યા વધતા અને બિલ્ડરોએ ઘઝજની જગ્યાએ 65 ફૂટની ઑફિસો બનાવી નાખી ફક્ત સર્ટિફિકેટ દ્વારા સસ્તા ભાવે વેચી મારી. બિલ્ડરોએ વેપારીને ઓફિસના દસ્તાવેજો પણ ન કરી આપ્યા. આમ આવી રીતે પાર્કિંગના નામે ઑફિસો ધારકો પાસેથી પૈસા ઉઘરાવ્યા છતા પાર્કિંગની જગ્યા તો ન આપી. પરંતુ તેની જગ્યાએ ઘઝજની જગ્યાએ પણ ઓફિસો બનાવીને ઓફિસ ધારકોને વ્હીક્યુલર લિફ્ટની સુવિધાથી વંચિત રાખ્યા.
નકશામાં જ્યાં DUCK દેખાય છે ત્યાં ઑફિસો બનાવી નાખી
આર.કે. પ્રાઈમ-2ના નકશામાં જોઈ શકાય છે કે, જ્યાં રેડ કલર કરવામાં આવ્યો છે અને જ્યાં ઉઞઈઊં દેખાઈ રહ્યું છે તે સ્થાન ઘઝજનો છે ત્યાં જ બિલ્ડરોએ ગેરકાયદે રીતે ઑફિસો બનાવી સસ્તા ભાવે વેચી નાખી છે.
RK પ્રાઈમ-2ને કમ્પ્લીશન કેવી રીતે મળી ગયું? એમ.ડી. સાગઠિયાની ભૂંડી ભૂમિકા?
- Advertisement -
આર.કે. પ્રાઈમ-2 બિલ્ડિંગમાં આટઆટલી ગેરરીતિઓ થઈ હોવા છતા અને ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરાયો હોવા છતાં રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ શાખાએ તેને કમ્પ્લીશન સર્ટિફિકેટ કેવી રીતે આપી દીધું. તે એક સો મણનો સવાલ છે. ચર્ચાતી વિગતો મુજબ આવી ગેરરીતિઓને ગેરકાયદે મંજુરી આપવામાં નિષ્ણાત ગણાતા રીઢા અધિકારી એમ.ડી. સાગઠિયાની આ પ્રોજેક્ટમાં ભૂંડી ભૂમિકા છે. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, સાગઠિયાની અનેક બિલ્ડરો સાથે સાંઠગાંઠ છે અને આર્થિક હિતો પણ છે. જ્યારે આ બાબતે સાગઠિયાને પૂછતાં ઉડાઉ જવાબ આપ્યો હતો.