રાજદ નેતા અને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને સુપ્રિમ કોર્ટે તરફથી મોટી રાહત મળી છે. જો કે, સુપ્રિમ કોર્ટ તેજસ્વી યાદવની સામે દાખલ માનહાનિ કેસની ફરીયાદને નકારી દીધી છે. જસ્ટિસ એએસ ઓકા અને જસ્ટિસ ઉજ્જલ ભુયનની પીઠે પોતાના આદેશમાં કહ્યું કે અમે ફરિયાદ દાખલ કરી દીધી છે. તેજસ્વી યાદવે ગત 19 જાન્યુઆરીના સુપ્રિમ કોર્ટમાં અરજી દાખ કરીને ગુજરાતીઓ માટે કરેલા નિવેદનને પરત ખેંચી લીધું હતું. ગત 5 ફેબ્રુઆરીના રોજ કોર્ટે સુનાવણી પૂર્ણ કરીને પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
શું છે સમગ્ર કેસ?
તેજસ્વી યાદવે ગયા વર્ષે માર્ચ મહિનામાં એક વિવાદિત નિવેદન આપ્યું હતું કે, હાલની પરિસ્થિતિઓમાં ફક્ત ગુજરાતી જ ફ્રોડ હોઇ શકે છે, તેમની છેતરપિંડીને માફી પણ આપવામાં આવશે. તેજસ્વી યાદવે આ નિવેદનના વિરોધમાં ગુજરાતમાં રહેનારા હેરશ મહેતાને માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. હરેશ મહેતાએ આરોપ લગાવ્યો હતો કે, તેજસ્વી યાદવના નિવેદનથી ગુજરાતીઓનું અપમાન થયું છે. ત્યાર પછી કેસની સુનાવણી અમદાવાદની કોર્ટમાં ચાલી રહી હતી. ફરિયાદ થયા પછી અમદાવાદ કોર્ટે તેજસ્વી યાદવની સામે સીઆરપીસીની કલમ 202ના હેઠળ તપાસ કરી હતી. તપાસના આધાર પર કોર્ટે તેજસ્વી યાદવને સમન્સ જાહેર કર્યું હતું. જેના પર તેજસ્વી યાદવે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરીને ગુજરાતથી બહાર અને પ્રાથમિક રીતે દિલ્હી શિફ્ટ થવાની માંગણી કરી હતી.
- Advertisement -
Supreme Court quashes a criminal defamation complaint filed against Rashtriya Janata Dal (RJD) leader Tejashwi Yadav over his alleged offensive remarks against the natives of Gujarat
— ANI (@ANI) February 13, 2024
- Advertisement -
સુપ્રિમ કોર્ટે 29 જાન્યુઆરીના જ અરજી નકારી કાઢવાના સંકેતો આપ્યા હતા
તેજસ્વી યાદવે અરજી કર્યો પછી સુપ્રિમ કોર્ટે અમદાવાદ કોર્ટેમાં ચાલી રહેલી કેસની સુનાવણી ગયા વર્ષ નવેમ્બરમાં રોકી દીધી હતી. તેજસ્વી યાદવના નિવેદનને પરત ખેંચતા એફિડેવિટ પછી સુપ્રમિ કોર્ટે કેસને ખત્મ કરવાના સંકેતો આપ્યા હતા. કેસની સુનાવણી કરી રહેલી જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ભુઇયાની પીઠે માન્યું હતું કે, જ્યારે માફી માંગી લીધી છે તો કેસને આગળ કેમ વધારવો જોઇએ?