ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જે પ્રામાણીક કરદાતાઓ છે તેનું સન્માન થવું જોઈએ અને જેમાં કરવેરા સીસ્ટમનો દૂર ઉપયોગ કરીને અપ્રમાણીક રીતે વર્તન કરી કરચોરી કરી રહ્યા છે.તેમને શિક્ષા થવી જ જોઈએ. મુંબઈમાં દેશના કોર્પોરેટ તથા વ્યાપાર-ધંધા ક્ષેત્રના ટોચના અગ્રણીઓની સાથે સંવાદમાં નાણામંત્રીએ જણાવ્યું કે આજે આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ આધારીત ડેટા- કલેકશન અને વિશ્લેષણ ઉપરાંત ફેસલેસ એસેસમેન્ટ પ્રક્રિયાથી તમો એ જોઈ શકતા નથી કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્ષ (સીબીડીટી) અને સેન્ટ્રલ બોર્ડ ઈનડાયરેકટ ટેક્ષ (સીબીઆઈસી) કઈ રીતે કામ કરી રહ્યા છે પણ તેઓ મુકપ્રેક્ષક નથી. જયાં જયાં ડેટા દર્શાવે કે કરસીસ્ટમનો ભારે દૂરઉપયોગ થઈ રહ્યો છે. (કરચોરી થઈ રહી છે) તો સ્વાભાવિક છે કે તેઓ એકશન લઈ શકે છે અને મને આનંદ છે કે તેઓ આ (કરવિભાગ) કરી રહ્યા છે. તેઓએ ભારતીય બેન્કીંગ સીસ્ટમ મજબૂત હોવાનું જણાવતા એ પણ સ્વીકાર્યુ કે વૈશ્ર્વિક રીતે જે મંદીની સ્થિતિ છે તે યોજવા પણ ભારત પર અસર કરશે. દેશની નિકાસ ઘટી શકે છે. અમેરિકા સહિતના દેશોમાં વ્યાજદર વધી રહ્યા છે. તે સમયે ભારતમાં રીઝર્વ બેન્કના હવેના વલણ અંગે નાણામંત્રીએ કહ્યું કે આરબીઆઈ વાસ્તવિકતા મુજબ નિર્ણય લેશે. નેરૂત્યના ચોમાસા અંગે નાણામંત્રીઅ કહ્યું કે સરકાર ક્રુડઓઈલ ભાવ અને સંભવિત દુષ્કાળના જોખમ અંગે સરકાર પરીસ્થિતિનું વિશ્લેષણ કરી રહી છે અને તે સ્થિતિનો જવાબ તૈયાર કરશે.