જૂનાગઢ જુડા કચેરીએ સ્થાનિક રહીશોનું હલ્લાબોલ
TP સ્કીમોમાં સૌથી વધુ 1266 વાંધા અરજીઓ કરવામાં આવી
- Advertisement -
TP સ્કીમ રદ ન થાય તો મનપા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ ઝાંઝરડા ગામ સહીત આસપાસના અનેક ગામોમાં ટીપી 5 અને 7નો પહેલાજ જોરશોરથી ખેડૂતો દ્વારા વિરોધ થયો છે.એ સમયે હવે વધુ એક ટીપી સ્કીમનો વિરોધ સામે આવ્યો છે. શહેરના ઝાંઝરડા રોડ સહિતના વિકસીત વિસ્તારમાં ટી.પી. લાગુકરવાથી અનેક મકાનો કપાતમાં જાય તેમ છે. 12 હજાર મકાનો આ ટી.પી.માં આવે છે. જુડા કચેરી ખાતે ટીપી નં.11 મુદ્દે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવી ટીપી રદ કરવાની માંગ કરવામાં આવી છે.
જો ટીપી રદ નહી થાય તો સેંકડો લોકો આગામી મનપા સહિતની તમામ ચૂંટણીનો બહિષ્કાર કરશે એવી ચીમકી ઉચ્ચારવમાં આવી છે. એકબાદ એક ટીપી સ્કિમ મુદે વિરોધ સૂર ઉઠી રહ્યો છે. ઝાંઝરડા રોડ પરની અનેક સોસાયટીઓ વર્ષોથી બની ગઇ છે. જયા કેટલીવાર રસ્તાઓ બની ગયા છે, ગટર તેમજ સ્ટ્રીટલાઇટ, પાણીની લાઇનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. તેના કારણે સમગ્ર વિસ્તાર મકાનોથી ઘેરાયેલો છે હવે ત્યાં ટીપી સ્કિમ નં.11 લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
આ ટીપી એરિયામાં 12હજાર જેટલા મકાનોનો સમાવેશ થાય છે જો આ ટીપી લાગુ પડે તો એમાના અનેક મકાનો કપાતમાં જાય તેમ છે. ટીપી 11 સામે 1266માંથી વધુ આસામીઓએ લેખિતમાં વાંધા સુચનો રજૂ કરી ટીપી રદ કરવા રજૂઆત પણ કરી છે. 1266માંથી 34 જેટલા આસામીઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. ત્યાંથી જુડા કચેરીખાતે યોગ્ય નિર્ણય અર્થે અરજફી આવી હોવાથી 34 આસામીઓને જુડા કચેરીએ સાંભળવા માટે બોલાવ્યા હતા. જ્યા ટીપીથી અસરગ્રસ્ત લોકોએ ઉગ્ર વિરોધ કરી અસરગ્રસ્ત લોકોએ ઉગ્ર વિરોધ કરી ટીપી રદ કરવાની રજૂઆત કરી હતી.
- Advertisement -
જુડા કચેરીએ દોડી આવેલા લોકોએ રોષભેર જણાવ્યુ હતુ કે, જે નવો વિસ્તાર હોય ત્યાં ટીપી લાગુ કરવાની હોય છે તેને બદલે વર્ષોથી જે વિસ્તાર વિકસિત થઇ ગયો છે ત્યાં ટીપી લાગુ કરી માત્ર થોડાક વિકાસ માટે અનેક લોકોની મિલ્કતોને મોટુ નુકશાન થાય તેમ છે જે વિસ્તારમાં ટીપી 11 લાગુ થવાની છે ત્યાં રહેતા લોકોએ તે વખતના નિયમ મુજબ બાંધકામની મંજૂરી લીધી છે, મનપાએ વેરો ભરે છે તો હવે નવાનિયમ મુજબ ટીપી લાગુ કરી મકાનોને કપાત કરવા કેટલા અંશે યોગ્ય ગણાય ? જુડાના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, આજ સુધી તમામ ટીપીમાંથી સૌથી વધુ વાંધા અરજીઓ 11 નંબરની ટીપીમાં આવ્યા છે. તેની ચકાસણી કરી સરકારમાં મોકલી દેવામાં આવશે. સરકાર લેવલે તેમનો નિર્ણય કરવામાં આવશે.
સરકારે સમગ્ર ગુજરાતમાં 100 જેટલી ટીપી સ્કીમો લાગુ કરવા માટ ટાર્ગેટ આપ્યો છે. તેના ભાગરૂપે આ ટીપી સ્કીમ બનાવવામાં આવી રહી છે જે વિસ્તાર શહેરને અડીને આવેલો હોય અને વિકસિત થઇશકે તેમ હોય ત્યાં ટીપી લાગુ કરવાને બદલે વર્ષોથી વરસવાટવાળા વિસ્તારમાં ટીપી લાગુ કરી ખુદ સરકાર જ લોકોનો વિરોધ ઉભો કરે છે. ટાર્ગેટ પુરો કરવામાટે સ્થાનિક અધિકારીઓ ગમેતે વિસ્તારમાં ટીપી લાગુ કરવાની ત્ કરે છે.
TP સ્કીમનો અહેવાલ સરકારમાં રજૂ કરાશે : જુડા અધિકારી
જૂનાગઢ જુડાના સીઇઓ કે.વી.બાટીએ જણાવ્યુ હતુ કે,ડ્રાફટ ટીપી સ્કિમ નં.11 ઝાંઝરડા વિસ્તારના ઓનર્સની મીટીંગ લેવામાં આવી હતી. તેમાં આવેલા વાંધા-સુચનોની ચકાસણી કરવામાં આવી છે. હવે તેની પ્રસિઘ્ધિ કરવામાં આવશે. પ્રસિઘ્ધિ બાદ પણ વાંધા- સુચનો સાંભળવામાં આવશે. ટીપી 11 મુદ્દે જે રજૂઆત કરવામાં આવ્યા હતા તેમને સમજાવ્યા હતા કે, 40-50 ટકા નહીં પરંતુ 15 ટકા જેટલી કપાત થાય તેમ છે. 1266 જેટલી અરજીઓ મળી છે તેમાંથી એક હજાર જેટલી અરજીઓમાં ટીપી સ્કિમ રદ કરવા માંગ કરવામાં આવી છે. આ તમામ અરજીમાંથી ગ્રાહ્મ રાખવાપાત્ર હશે તેની ચકાસણી કરવામાં આવશે.