ખેતી કામ કરતા લોકોને સર્પ તથા જંતુ ડંખની ઇજામાં આયુષ્માન કાર્ડમાં ફ્રી સારવાર આપો
વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને ગુજરાતના ખેડૂતો વતી રજુઆત કરી હતી જેમાં ખેતરમા કામ કરતા લોકો ને સર્પ ડંખ કે જંતુ ડંખમા અને વન્યપ્રાણીની ઇજામાં આયુષ્માન કાર્ડમાં ફ્રી સારવાર મળે તેવી માંગ કરી હતી. વધુ રજુઆતમાં જણાવ્યું હતું કે સરકારના આગ્રહને માન આપી પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે ત્યારે પ્રાકૃતિક ખેતી કરવામાં ખેતરની અંદર કોઈપણ પ્રકારની પેસ્ટીસાઈડ દવા કે રાસાયણિક ખાતર નાખવામાં આવતું નથી જેથી તે ખેતરોમાં પકૃતિક જીવો જેવા કે સર્પ વીંછી પડકા શીતળ જેવા અન્ય જંતુઓનો વસવાટ વધે છે તેમજ બિન પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની પણ આજ ચિંતા છે. ખેડૂતની મોલાત લીલી છમ હોય તેમાં પણ ઠંડક મળવાને કારણે આ તમામ જંતુઓનો વસવાટ થતો હોય છે ત્યારે ખેતી કામ કરતી વખતે ખેડૂત કે ખેત મજદૂર ને ઉપરોક્ત જંતુ ડંખ મારે ત્યારે તેની હાલત ખૂબ દયા જનક હોય છે એક તો બિચારો ખેડૂત રાત દિવસ કાળી મહેનત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોયછે ત્યારે ખેડૂતના દિકરા તરીકે મુખ્યમંત્રીને રજુઆત કરી વધુમાં જણાવેલ છે કે આવા ખેડૂત કે ખેત મજદૂરને એક રૂપિયો પણ ખર્ચ કરવો ના પડે ને સરકાર તરફથી આયુષ્માન કાર્ડ માં ફ્રી સારવાર મળેતો તેમની જીંદગી બચાવી શકાય તેવી જગતના તાત ખેડૂતો વતી માંગણી અને વિનંતી કરેલ છે.