ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢ રાજ્યમાં આગામી તા.7 મેના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં કુલ 12,80,921 મતદારો નોંધાયા છે. જેમાં 18-19 વય જૂથના પ્રથમ વખત મતદાન કરનાર મતદારોની સંખ્યા 27,458 છે. ત્યારે મતદાનના મહાઉત્સવમાં જૂનાગઢ જિલ્લામાં પાત્રતા ધરાવતા અને બાકી રહેલા મતદારો સહભાગી બને એ માટે વહિવટી તંત્ર દ્રારા અપીલ કરવામાં આવે છે. જિલ્લામાં પાત્રતા ધરાવતા અને બાકી રહેલા મતદારો મતદારયાદીમાં નવા નામ નોંધણી હેતુ આગામી તા.9મી એપ્રિલ 2024 સુધી ફોર્મ-6 ભરી શકાશે. આગામી ચૂંટણીમાં કોઇ પણ પાત્રતા ધરાવતા મતદારો, ચૂંટણી પ્રક્રિયામાંથી બાકાત ન રહે તથા દેશની લોકશાહીના મહાપર્વમાં રાષ્ટ્રના સર્વગ્રાહી વિકાસ માટે પ્રત્યેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ માટે ચૂંટણી તંત્ર સુસજ્જ બન્યું છે.
- Advertisement -
હજી પણ કોઇ નવા મતદારો નામ નોંધવામાં બાકી રહી ગયા હોય તેઓ માટે, મતદારયાદીમાં નવા નામ નોંધણી હેતુ ફોર્મ-6 આગામી તા.09/04/2024 સુધી ભરી શકાશે.જેના માટે મતદાર નોંધણી અધિકારીની કચેરી અથવા કલેકટર કચેરીમાં રૂબરૂ અરજી આપી શકાય છે. આ ઉપરાંત મતદારો ઓનલાઈન અરજી કરી શકે છે.