વિશ્ર્વ શાંતિ અને માનવતાવાદી સેવાના ઉદેશથી શરૂ થયેલી રેડ ક્રોસ સંસ્થાના સ્થાપક હેનરી ડયુનાન્ટના જન્મદિવસ તારીખ 8 મી મે ના રોજ વિશ્ર્વ રેડ ક્રોસ દિવસ તરીકે ઉજવાય છે. સાથોસાથ તે જ દિવસે વિશ્ર્વ થેલેસેમીયા દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા તા.01 લી મે થી 08 મી મે સુધી રેડ ક્રોસ પ્રવૃત્તિઓને ઉજાગર કરતો રેડ ક્રોસ રથ સમગ્ર ગુજરાતમાં ફરી રહ્યો છે. આજરોજ તારીખ 06/05/2025 ના સવારે 9/30 કલાકે આ રથ રેડ ક્રોસ સેન્ટર ઉપર પધારતા ત્યાં સ્ટાફ સભ્યોએ સ્વાગત કરેલ. ત્યારબાદ 10-00 કલાકે વેરાવળ ખાતેના ટાવર ચોકમાં આ રથ પધારતા તેના સ્વાગત માટે રેડ ક્રોસ પરિવાર, શહેરની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ-શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
8 મે વિશ્ર્વ રેડ ક્રોસ દિવસ તથા વિશ્ર્વ થેલેસેમીયા દિવસની ઉજવણીના ભાગરૂપે રેડ ક્રોસ રથનું વેરાવળ ખાતે સ્વાગત

Follow US
Find US on Social Medias


