દેશમાં એક વાર ફરીથી કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકની અંદર 8084 નવા કેસો નોંધવામાં આવ્યા છે, જેનાથી કુલ એક્ટિવ કેસોની સંખઅયા 47,995 થઇ ગઇ છે. છેલ્લા, 24 કલાકમાં 10 લોકોની મૃત્યુ થઇ છે. પોઝીટીવિટી રેટમાં પણ વૃદ્ધિ જોવા મળી છે, અને રિકવરી રેટમાં ઘટાડો જોવા મળ્યો છે.
- Advertisement -
8,084 નવા કેસો નોંધાયા
સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,084 નવા કેસો નોંધવામાં આવ્યા છે. જેથી કુલ કેસોની સંખ્યા 4,32,30,101 થઇ ગઇ છે. જયારે, 4,592 લોકો કોરોના સંક્રમણથી સાજા થયા છે, જેથી હજુ સુધીમાં સાજા થયોલા દર્દીની સંખ્યા 4,26,57,353 થઇ ગઇ છે. કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં 10 દર્દીની મૃત્યુ થઇ છે, જેમાં દિલ્હી અને કેરળમાં 3-3, મહારાષ્ટ્રમાં 2, પંજાબ અને મિઝોરમમાં 1-1 દર્દી છે.
4 મહીના પછી પોઝીટીવીટી રેટ 3%થી વધુ
સ્વાસ્થ્ય મંત્રઆલયના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસનો રિકવરી રેટ 98.68% નોંધાયો છે. પોઝીટીવિટી રેટ 3.24% થઇ ગયો છે, જે છેલ્લા 4 મહીનામાં સૌથી વધુ છે. જયારે અઢવાડિયાનો પોઝીટીવિટી રેટ 2.21% છે.
#AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive
- Advertisement -
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/lGb3RW7Gdh pic.twitter.com/m9sOgQaoWS
— Ministry of Health (@MoHFW_INDIA) June 13, 2022
ગુજરાતમાં 100થી વધુ કેસ, અમદાવાદમાં માસ્ક ફરજીયાત
ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે, 100થી વધુ કેસો નોંધાયા છે. સૌથા વધુ કેસો 81 અમદાવાદમાં સામે આવ્યા છે. જેથી અમદાવાદમાં જાહેરમાં માસ્ક પહેરવાનું ફરજીયાત કર્યુ છે.
છેલ્લા 24 કલાકમાં 66 દર્દી સાજા થયા છે. જેથી રિકવરી રેટ 99.06% થયો છે.