વિસાવદર પેટા ચૂંટણીમાં બે ગામોમાં ફરી મતદાન યોજાયું
1 વાગ્યા સુધીમાં બંને ગામમાં 57.65 ટકા મતદાન થયું
આપ દ્વારા બુથ કેપ્ચરિંગ અને બોગસ મતદાનની ફરિયાદ કરી હતી
ભેસાણ પોલીસે 6 જેટલા શખ્સો સામે FIR નોંધી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન તા.19 જુનાના યોજાયું હતું જેમાં ભેસાણ તાલુકાના બે ગામો બુથ કેપ્ચરીંગ અને બોગસ મતદાન થયાનું આમ આદમી પાર્ટીએ ચૂંટણી તંત્રને ફરિયાદ કરી હતી. ત્યારે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આ 2 ગામોમાં ફરી રીવોટિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભેસાણ તાલુકાના 86 – માલીડા અને 111 – નવા વાઘણીયા ગામે આજે સવારે 7 વાગ્યાથી ફરી મતદાન પ્રક્રિયા હાથધરવામાં આવી હતી જેમાં બંને ગ્રામજનો દ્વારા સવારથી મતદાન કરવા મતદાન મથકે પોહચ્યાં હતા અને હોંશે હોંશે ફરી મતદાન કર્યું હતું પોલીસ અને ચૂંટણી તંત્ર ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરાય હતી.બંને ગામમાં આવેલ બે બુથ પર મતદાન સવાર 7 થી સાંજના 6 વાગ્યા સુધી યોજાશે જયારે પ્રારંભિક 4 કલાકમાં 46.91 ટકા મતદાન નોંધાયું હતું. જોકે આ બંને ગામનું આજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.23ના રોજ જૂનાગઢ કૃષિ ઈજનેર કોલેજ ખાતે મત ગણતરી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવશે. જયારે આ ખરાખરીના જંગમાં મતદારો કોના તફરે મતદાન કર્યું એ તો એક દિવસ બાદના પરિણામ બતાવશે હાલ તો બંને ગામો ફરી મતદાન યોજાયું છે. ભેસાણ તાલુકાના માલીડા અને નવા વાઘણીયા ગામે સવારથી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પ્રક્રિયા શરુ થઇ હતી જયારે મતદારો મતદાન કરવા આવ્યા ત્યારે મીડિયાને જણાવ્યું હતું કે, માલીડા ગામમાં પાણીનો પ્રશ્ર્ન છે અને રામજી મંદિરની હાલત પણ ખરાબ છે. ત્યારે હવે એવો ઉમદેવાર આવશે કે, અમારા ગામના જે પ્રશ્ર્નો છે પુરા થશે તેને ધ્યાને રાખીને મતદાન કર્યું છે.જયારે અન્ય એક મતદારે જણવ્યું હતું કે, બે દિવસ પેહલા જયારે મતદાન થયું તેમાં વાદવિવાદ ઉભા થયા હતા અને ફેર મતદાનની માંગણી કરી એટેલ આજે ફરી મતદાન કર્યું છે. અમારા ગામનો જે વિકાસ કરશે તેવા વ્યક્તિને મત આપશું તેમજ જયારે સમગ્ર વિસાવદર બેઠકની સાથે જે મતદાન થયું તેની કરતા આજે વધુ મતદાન થશે તેમ જણાવ્યું હતું.
બૉગસ મતદાન મામલે પોલીસે 6 જેટલા અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
વિસાવદર પેટા ચૂંટણીમાં ગત તા.19ના રોજ મતદાન પ્રક્રિયા દરમિયાન માલીડા અને નવા વાઘણીયા ગામે બુથ કેપ્ચરીંગ અને બોગસ મતદાન થવાના મામલે આપ દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરતા આજે ફેર મતદાન કરાયું હતું જયારે આ બોગસ મતદાન મામલે ભેસાણ પોલીસ દ્વારા 6 જેટલા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે જેમાં વાઘણીયા ગામની પ્રાથમિક શાળામાં મતદાન સમયે મતદાન મથક 111, નવા વાઘણીયા ગામના બુથમાં પ્રિસાઇડીંગ ઓફીસર તરીકેની ફરજ બજવતા 5 જેટલા અજાણ્યા શખ્સો દ્વારા બુથમાં બળજબરીથી મતકુટીર તરફ જઇ બળજબરીથી મત નાખવાની કોશીષ કરી હતી અને કાયદેસરની ફરજમાં રૂૂકાવટ કરતા શરદકુમાર કીશોરભાઇ ભુવા પોલીસ ફરિયાદ નોંધાવી હતી જયારે માલીડા ગામે એક અજાણ્યાશખ્સ દ્વારા મતદાન મથકમાં પ્રવેશી કાયદેસરની ફરજમા રૂૂકાવટ ઉભી કરી અવરોધ ઉભો કરી ગે.કા. મતદાન કરી નાશી જતા રાજુભાઈ લાલજીભાઈ ચિત્રોડાએ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.