ત્રણ ઈસમો સીસીટીવીમાં કેદ થતા પોલીસે તપાસ શરૂ કરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
જૂનાગઢ શહેરમાં દિવસે દિવસે ચોરીના બનવા વધ્યા છે ત્યારે વધુ એક બનાવ શહેરના મેરીગોલ્ડ – 4, કોમ્પ્લેક્ષ, સરદારપરા મેઇન રોડ ઉપર આવેલ જેમાં રાત્રીના સમયે ત્રણ અજાણ્યા શખ્સો કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં ઘૂસીને કારને નુકશાન કરી અન્ય બાઈક માંથી પેટ્રોલ ચોરી કરતા સીસીટીવી કેમરામાં કેદ થયા હતા.
- Advertisement -
શહેરમાં બેખોફ રીતે ચોરીના બનાવમાં વધુ એક પોલીસમાં રાવ કરવામાં આવી છે.જેમાં જોશીપુરા વિસ્તારના સરદારપરા રોડ પર આવેલ મેરીગોલ્ડ – 4, કોમ્પ્લેક્ષમાં રાત્રીના 11 વાગ્યા આસપાસ ત્રણ ઈસમો પાર્કિંગમાં ઘૂસીને પાર્ક કરેલી કારને નુકશાન કર્યું હતું તેમજ અન્ય બાઈક સહીતની ગાડીઓ માંથી પેટ્રોલ ચોરી કરીને પાર્કિંગમાં લગાવામાં આવેલ સીસીટીવીને તોડી નાખવામાં આવ્યા હતા.આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થતા મેરીગોલ્ડ – 4, કોમ્પ્લેક્ષમાં રેહતા તમામ સભ્યોએ બી.ડીવીઝન પોલીસને લેખિત ફરિયાદ કરી છે.જયારે સીસીટીવી ફૂટેજમાં દેખતા ત્રણ ઈસમોને ઝડપી લેવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.