UVMC પાર્ટી લોન્સના લોન્ચિંગને એક વર્ષ પૂર્ણ
54 મનોરથી-ગોરણીઓને ભેટ-પ્રમુખ ભાગ્યેશ વોરા સહિતની ટીમ દ્વારા જ્ઞાતિજનો માટે અદકેરું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સંત અને સુરાની પાવનભૂમિ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં વધુ એકવાર અલૌકીક ધર્મોત્સવ યોજાશે. જેનું યજમાન બનશે શ્રી મોઢવણિક મહાજન રાજકોટ દ્વારા યૂવીએમસી પાર્ટી લોન્સ ના લોન્ચીગ ના પ્રસંગને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે આગામી તા. 2 માર્ચને રવિવારના રોજ શ્રી મોઢવણિક મહાજન દ્વારા 54 જોડી અર્થાત 108 રાંદલ માતાજીના લોટા ઉત્સવના અલૌકીક ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે જ્ઞાતિ ભોજન પણ યોજાશે. આગામી રવિવારે યૂવીએમસી પાર્ટી લોન્સ ખાતે યોજાનારા આ ધર્મોત્સવ અંગે વધુ માહિતી આપતા શ્રી મોઢવણિક મહાજનના યુવા પ્રમુખ ભાગ્યેશભાઈ વોરા, મેનેજીંગ ટ્રસ્ટી કીરેનભાઈ છાપીયા અને સહમંત્રી કેતન પારેખએ જણાવ્યું હતું કે, 108 રાંદલ માતાજીના લોટા ઉત્સવમાં 54 મનોરથી માતાજીની ભક્તિભીની આરાધના કરશે. સવારે 9 કલાકે પૂજનવિધિ સાથે દિવ્ય અવસરનો આરંભ થશે. સવારે 10:30 કલાકે મનોરથી દ્વારા ગોરણીનું પૂજન કરવામાં આવશે. સવારે 11:00 કલાકે ગોરણીઓ મહાપ્રસાદ લેશે. ત્યારબાદ સવારે 11:30 થી બપોરે 2:00 કલાક સુધી મોઢવણિક જ્ઞાતિજનો માટે મહાપ્રસાદ યોજાશે. તમામ ગોરણીઓને મહાજન દ્વારા ભેટ આપવામાં આવશે.
આ અલૌકીક ધર્મોત્સવમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, રાજકોટ જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રાજુભાઇ ધારૈયા, ભાજપ અગ્રણી કશ્યપભાઈ શુક્લ, વોઇસ ઓફ ધ ડે ના એમ. ડી. કૃણાલભાઈ મણિયાર, એસ. એસ. એમ. એ. ના પ્રમુખ ડી. વી. મહેતા, પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડ, લઘુ ભારતી રાજકોટના પ્રમુખ યશભાઈ રાઠોડ, પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટના ઉપપ્રમુખ વસંતભાઇ જસાણી અને પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટી નીતિનભાઈ મણિયાર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી ધર્મોત્સવને દિપાવશે.
- Advertisement -
અખબારી આલમ સાથે જોડાયેલા મોઢવણિક સમાજના હિરેનભાઈ પારેખ(અબતક), રાજેશભાઇ મહેતા(ખબર ગુજરાત), સુકેતુભાઈ વજરીયા(સમકાલીન ન્યૂઝ), નિહિરભાઈ પટેલ(દિવ્ય ભાસ્કર), દર્શિતભાઈ ગાંગડિયા(ખાસ ખબર), હિમાંશુભાઈ કલ્યાણી(ખાસ ખબર), કુલીનભાઈ પારેખ(દિવ્ય ભાસ્કર ડિજિટલ), તુષારભાઈ પરીખ(દિવ્ય સમર્થન ન્યૂઝ) અને શુભમભાઈ અંબાણી(કોલમિસ્ટ દિવ્ય ભાસ્કર) ની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહેશે. આ ધર્મોત્સવ માં મહાપ્રસાદના મનોરથી તરીકે તરલાબેન આર. મહેતા, બિંદુબેન એચ. મોદી, જ્યોતિબેન પી. વોરા, મધુબેન જે. છાપીયા, રમાબેન જે. પારેખ, છાયાબેન બી. મહેતા, મીરાબેન જે. મહેતા અને ડો. ક્રિનાબેન પી. ગાંગડિયા ને ભક્તિભીનો લ્હાવો પ્રાપ્ત થયો છે. મોઢવણિક જ્ઞાતિજનો માટે રાજકોટમાં પ્રથમવાર યોજાઈ રહેલા 108 રાંદલ માતાજીના લોટા ઉત્સવ, મહા પ્રસાદ/જ્ઞાતિ ભોજન નાં લાભ લેવા શ્રી મોઢ મહાજન ના પ્રમૂખ ભાગ્યેશભાઈ વોરા, મેનેજીંગ ટ્રસ્ટી કીરેનભાઈ છાપીયા, ઉપપ્રમુખ સુનિલભાઈ વોરા, મંત્રી અશ્વિનભાઈ વડોદરિયા, સહમંત્રી કેતનભાઈ પારેખ, ખજાનચી નીતિનભાઈ વોરા, ટ્રસ્ટી સંજયભાઇ મણિયાર, જગદીશભાઇ વડોદરિયા, ઇલેશભાઈ પારેખ અને ધર્મેશભાઈ વોરા દ્વારા સ્નેહ સભર આમંત્રણ જ્ઞાતિજનોને પાઠવવામા આવ્યું છે.



