મેયર, ડે. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિ. કમિશનર, શાસકપક્ષ નેતા, દંડક અને બાગ બગીચા અને ઝૂ સમિતિનાં ચેરમેનએ આપી માહિતી
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ધ અર્બન ફોરેસ્ટ – રામવન દિવાળીના તહેવારો દરમિયાન મુલાકાતીઓ માટે રાબેતામુજબ ખુલ્લુન રહેશે. સામાન્યરીતે રામવન સફાઈ અને મેઇન્ટેનન્સ બાબતે અઠવાડિયાના દર સોમવારે બંધ રાખવામાં આવે છે પરંતુ તા.12/11/2023ના રોજ દિવાળી તહેવારો નિમિતે રામવન સહેલાણીઓ માટે ખુલ્લું રહેશે તેમ, મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા અને બાગ બગીચા અને ઝૂ સમિતિનાં ચેરમેન સોનલબેન સેલારાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતુ
- Advertisement -
તેમણે સંયુક્ત યાદીમાં વધુ જણાવ્યું હતું કે, તહેવારોને ધ્યાનમાં રાખીને રામવન ખાતે મુલાકાતીઓ રજાના દિવસોમાં ફરવા જઈ શકે અને પ્રાકૃતિક સોંદર્યનો આનંદ ઉઠાવી શકે તે માટે સુદ્રઢ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.