ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
હિન્દુ સંસ્કૃતિમાં ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ છે.આ પવિત્ર અવસરે ભક્તિ, સાધના અને આધ્યાત્મિક શાંતિ માટે દેશભરમાં અનેક પૂજા-પાઠ અને યજ્ઞોનું આયોજન કરવામાં આવે છે. નવગ્રહોની અનુકૂળતા માટે ખાસ પ્રાર્થનાઓ અને હવન કરવામાં આવે છે જે ભક્તો માટે આધ્યાત્મિક ઉન્નતિ અને કલ્યાણકારક માનવામાં આવે છે.
વિસાવદર તાલુકાના લીમધ્રા ગામે પરમ પૂજ્ય રામદાસ બાપુના માર્ગદર્શન હેઠળ વિશેષ અનુષ્ઠાન શરૂ કરાયું છે.આ અનુષ્ઠાન અંતર્ગત નવ દિવસીય હવન, નવચંડી યજ્ઞ અને દિવ્ય સંકીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક ભક્તો તેમજ આસપાસના ગામોના શ્રદ્ધાળુઓ આ કાર્યક્રમમાં ઉમંગભેર જોડાઈ રહ્યા છે.આ પ્રસંગે ધાર્મિક ઉપદેશ અને સંસ્કૃત શ્લોકોના પાઠ દ્વારા શાંતિ અને સંમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. જયારે ચૈત્રી નવરાત્રી દરમિયાન લીમધ્રા ગામે રાત્રિના સમયે નવદુર્ગા સ્વરૂપ નાની નાની બાળાઓ કે જેને આપણે કુવારકા દીકરીઓ કહીએ છીએ તેમના માટે ખાસ રાસગરબાનું પણ આયોજન કરવામાં આવે છે.
- Advertisement -
આ રાસગરબા માત્ર માતાજીની આરાધના અને ભક્તિ માટે રાખવામાં આવે છે, જ્યાં દીકરીઓ ભક્તિભાવથી જોડાઈને માતાજીની આરાધના કરે છે.
આ પરંપરા મહિલા શક્તિ અને આધ્યાત્મિક જોડાણનું પ્રતીક છે, જે નવરાત્રીને વધુ પવિત્ર અને ભવ્ય બનાવે છે. લીમધ્રા ગામે આવી આ પવિત્ર પ્રસંગનો લાભ લઈ પુણ્યનું ભાથુ બાંધી શકે છે.