ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તમામ લોકોને ધૂળેટીના પાવન પર્વની શુભેચ્છા પાઠવતા રામભાઈ જણાવેલ કે, હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીનું ધાર્મિક મહત્વ-પરંપરાનું પ્રાગટ્ય એટલે હોળી. તહેવાર એક પરંતુ રંગ અનેક. હોલીકાદહન, ધુલીકાવંદના, ધુળેટીનો તહેવાર એટલે મોજ મસ્તીનો તહેવાર. ફાગણ સુદ પૂનમ એટલે હોળી અને બીજો દિવસ એટલે ધૂળેટી. એટલે કે મહિનાઓમાં પણ ઉતમ માસ એટલે ફાગણ માસ અને આ ફાગણ મહિનામાં ઋતુ પણ બદલાય છે. આ સમયને પાનખર ઋતુ પણ કહેવાય છે. ખરી ગયેલા જુના પાન, ફળ,ફૂલના સ્થાને નવી કુંપણો થી ફળ ફૂલો પાનથી વનરાજી ખીલી ઉઠે છે.આ તહેવાર પાછળ પૌરાણિક કથા મુજબ હિરણ્યકશિપુ રાજા દૈત્યનો અવતાર અને પુત્ર ભક્ત પ્રહલાદ પ્રભુપ્યારો અને બંનેની અલગ પ્રકૃતિ. હિરણ્યકશિપુ એ પોતાની બહેન હોળીકાની મદદથી પ્રહલાદને મારી નાખવા માટે સળગાવવાનો પ્રયાસ કર્યો તેમાં ઉલટું થયું હોલિકા બળી ગઈ અને પ્રહલાદ જીવતો રહ્યો. જેથી લોકોએ આ તહેવારની ખુશીમાં અબીલ ગુલાલ રંગ છાંટીને આનદ મનાવ્યો આમ હોળી ઉત્સવનું જો કોઈ શ્રેષ્ઠ પાસું હોય તો તે ગીત, સંગીત અને નૃત્ય છે. હોળીનો તહેવાર માટે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી સંદેશો આપે છે કે પાપ ..જલાવો હોલિકામાં …ભરો પુણ્યની ઝોળી.. પ્રભુ યાદ જીવન ધરશો તો હોળી એ જ દિવાળી… હોળીના તહેવાર આપણને સત્ય ઉપર વિજય અને ધર્મનો અધર્મ ઉપર વિજયનો સંદેશ આપે છે. આ દિવસે એકતા અને ભાઈચારાનો સંદેશ પણ આપે છે. બીજા દિવસે ધુળેટી સત્યના વિજયની ખુશાલી અને હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. અંતમાં સંસદસભ્ય(રાજ્યસભા) રામભાઈ મોકરીયાએ સૌરાષ્ટ્ર તમામ લોકોને હોળી અને ધુળેટી પર્વની શુભેચ્છા પાઠવી.
રાજકોટના શહેરીજનોને હોળી અને ધૂળેટીના પર્વની શુભેચ્છા પાઠવતા રાજ્યસભાના સંસદ રામભાઈ મોકરીયા
