ફોર્મ નંબર-7ના દુરુપયોગ મુદ્દે પોલીસ ફરિયાદ: લઘુમતી અને ગરીબ મતદારોને નિશાન બનાવ્યાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
- Advertisement -
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં મતદાર યાદી સુધારણા (જઈંછ) પ્રક્રિયા દરમિયાન એક ગંભીર વિવાદ સામે આવ્યો છે. ચૂંટણી યાદીમાંથી નામ રદ કરવા માટે વપરાતા ફોર્મ નંબર-7 દ્વારા પ્રાંત કચેરીમાં અચાનક 1800 જેટલી વાંધા અરજીઓ દાખલ થતા સ્થાનિક સ્તરે ખળભળાટ મચી ગયો છે. આ મામલે જાગૃત નાગરિકોએ છઝઈં દ્વારા માહિતી મેળવ્યા બાદ જાણવા મળ્યું હતું કે આ અરજીઓ પાયાવિહોણી અને ચોક્કસ વર્ગોને નિશાન બનાવીને કરવામાં આવી છે, જેના પગલે હવે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
સ્થાનિક ફરિયાદીઓ રસુલભાઈ કુરેશી અને નજીરભાઈ દલે રાજુલા પોલીસમાં અરજી આપી આક્ષેપ કર્યો છે કે લઘુમતી, દલિત અને ગરીબ વર્ગના મતદારોના મતાધિકાર છીનવી લેવા માટે આ એક સુનિયોજિત કાવતરું છે. પોલીસમાં સંદીપ ટાંક અને ભાર્ગવ વ્યાસ સામે લેખિત રજૂઆત કરી કાયદેસરની તપાસની માંગ કરવામાં આવી છે. નાગરિકોનું કહેવું છે કે કોઈ પણ સચોટ આધાર વગર આટલી મોટી સંખ્યામાં વાંધા રજૂ કરવા તે લોકશાહીના મૂલ્યોની વિરુદ્ધ છે.
કાયદાકીય જોગવાઈ મુજબ, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 ની કલમ-31 હેઠળ કોઈ પણ વ્યક્તિ ખોટી માહિતી અથવા પુરાવા વગર વાંધા અરજી કરે તો તે સજાપાત્ર ગુનો છે. આ કલમ હેઠળ દોષિતને એક વર્ષની જેલ અથવા દંડની સજા થઈ શકે છે. હાલમાં જઈંછ પ્રક્રિયાની મુદત પૂર્ણ થઈ છે અને તપાસનો દૌર શરૂ થયો છે. હવે જોવાનું એ રહેશે કે વહીવટી તંત્ર અને મતદાર નોંધણી અધિકારીઓ (ઊછઘ) આ કાવતરા પાછળ રહેલા શખ્સો સામે કેવા કડક પગલાં ભરે છે.



