નરેન્દ્રભાઈ મોદીની ઐતિહાસિક જનસભાઓ-રેલીઓ અને ડબલ એન્જીન સરકારનાં વિકાસ કાર્યોને પરિણામે ભાજપનો ભવ્યાતિભવ્ય વિજય થશે: રાજુભાઈ ધ્રુવ
પ્રજાનાં નરેન્દ્રભાઈ મોદી ઉપરના અતૂટ વિશ્ર્વાસને કારણે ગુજરાતમાં સાતમીવાર ભાજપ સરકાર, ગુજરાત જીતશે, મોદી હૈ તો મુમકીન હૈ
- Advertisement -
એક્ઝિટ પોલના આંકડાઓ મુજબ ગુજરાત અને હિમાચલમાં કમળ ખીલવા જઈ રહ્યું છે: રાજુભાઈ ધ્રુવ
પ્રજાજનો-મતદાતાઓ, મીડિયાકર્મીઓ, ભાજપના તમામ શ્રેણી સદસ્યો, વહીવટી અને સુરક્ષા તંત્રના સાથે સંકળાયેલા તમામનો આભાર માનતા ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં પ્રથમ તબક્કા અને બીજા તબક્કાની કુલ મળી 182 બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પૂર્ણ થયું છે. આ માટે તમામ મતદારો, નગરજનો, ઉમેદવારો તથા ચૂંટણી કામગીરી સાંથે સંકળાયેલા તંત્રના તમામ સ્ટાફ, અધિકારીઓ તથા સુરક્ષા જવાનોથી લઈ મીડિયાનો આભાર માનતા સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, એક્ઝિટ પોલના આંકડાઓ અને સૌના અંતરની લાગણી મુજબ ગુજરાત અને હિમાચલપ્રદેશનાં કમળ ખીલવા જઈ રહ્યું છે. ચૂંટણી પરિણામના દિવસે 8 ડિસેમ્બરે ભગવો લહેરાશે, કેસરિયો છવાઈ જશે. ગુજરાત વિધાનસભા2022 ની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થશે. વિપક્ષની કરારી હાર થશે. આમ તો મતદાન પહેલા પણ સૌ કોઈ આ વાત જાણતા જ હતા. પણ મતદારોનો મિજાજ જોતા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્યાતિભવ્ય વિજય મેળવવાનો વિશ્વાસ વધારી દીધો છે.
ગુજરાતની પ્રજાએ ફરી એકવાર ભાજપ પર, કમળના નિશાન પર, ગુજરાત ના સપૂતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી,કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ પર, ભરોસાની ભાજપ સરકારની વિકાસલક્ષી રાજનીતિ પર અને ભાજપ ઉમેદવારો પર ભરોસો મૂક્યો છે એમ ચોક્કસ કહી શકાય.
રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા બે મહિનામાં સરકારી અને પાર્ટીના કુલ 61 કાર્યક્રમોમાં હાજરી આપી છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભાજપની કુલ 38 સભાઓને સંબોધી છે. રાજકોટ, સુરત અને અમદાવાદ ખાતે તેમના રોડ શો પણ ખૂબ જ સફળ રહ્યા હતા. નરેન્દ્રભાઈ મોદીએ પોતાની જનસભા અને રેલીમાં 100 કરતા વધુ વિધાનસભા બેઠકોને કવર કરી દીધી છે જે તમામ બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત છે. આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અસંખ્ય રેલી, સભાઓ, બેઠકોના કારણે પણ ભાજપ તરફી જામેલો માહોલ વધુ મજબૂત બન્યો હતો.
રાજુભાઈ ધ્રુવે ગુજરાતનાં મતદારોનો હદયપૂર્વક આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત અને ભાજપ તો હવે એકબીજાના પર્યાય છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે નિમ્ન પ્રકારની રાજનીતિના સ્તરે ગયા એ પછી એમ લાગતું હતું કે લોકોને ભ્રમિત કરવાના તેમજ છેતરવાના પૂરતા પ્રયાસ થઈ રહ્યા છે. જોકે ગુજરાત પહેલેથી વિકાસને વરેલું, શાંત, સમજુ અને પ્રગતિશીલ રાજ્ય છે. જે લોકોને આ વાત અને ગુજરાતનો વિકાસ ખટકે છે એવા લોકોએ આ રાજ્યની શાંતિ ખોરવવાનો પ્રયાસ કર્યો. શાંત, સુશીલ, સંસ્કારી પ્રજાને ધર્મ, જાતિ, જ્ઞાતિ વચ્ચે અંદર અંદર વહેચવાનો પ્રયાસ કર્યો. મફતની રેવડીઓ પણ વહેંચી. અંતે મતદારના મંતવ્ય જોતા એ લોકો ફાવ્યા નથી એવું સૌ કોઈનું મંતવ્ય છે.
રાજકોટ-સૌરાષ્ટ્રથી લઈ ગુજરાતની તમામ બેઠકોના મતદારોએ આ વખતે પણ એક તરફી, ભાજપ માટે મતદાન કર્યું છે. આજ સુધી આપણા રાજ્યના લોકો વિકાસની વાતને ધ્યાને રાખીને ચાલ્યા છે અને આગળ પણ આ જ રાહે ચાલશે. રાજયમાં 24 વર્ષ અને કેન્દ્રમાં છેલ્લા 8 વર્ષમાં જે ભાજપની ડબલ એન્જીન સરકારે કામ કર્યા છે તેને મતદારોએ મતદાન કરતા વખતે બરાબર ધ્યાને રાખ્યા છે એવું જણાય રહ્યું છે. 1995 પછી સતત સાતમી વાર ફરી એક વખત ગુજરાતમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે અને એ પણ પ્રચંડ જન સમર્થન સાથે.
દેશની જનતા જ નહીં, દુનિયાભરના લોકો પણ જેમનાથી પ્રભાવિત છે એવા વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા-શાસક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને યશસ્વી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા ગુજરાતનાં વિકાસમાં જેમણે એક છોગું ઉમેરી દીધું છે એવા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ કુશળ સંગઠક યશસ્વી અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજીના કુશળ નેતૃત્વમાં ભાજપના નાના-મોટા કાર્યકરો આ જીત માટે શ્રેયના અધિકારી હશે. ભાજપની ભવ્યાતિભવ્ય જીત માટે ફરી એક વાર વિકાસ પર વિશ્વાસ મૂકનારી ગુજરાતની જનતા તો અભિનંદનની અધિકારી છે જ સાથે છેલ્લા કેટલાંક મહિનાઓથી લઈ ગુજરાત વિધાનસભાની ચૂંટણી શાંતિ અને સુરક્ષિત રીતે યોજાઈ તે માટે દિવસ-રાત મહેનત-મથામણ કરતા તમામ ચૂંટણી કામગીરી સાંથે સંકળાયેલા ચૂંટણી-વહીવટી તંત્રના તમામ શ્રેણીના કર્મચારીઓ – અધિકારીઓ તથા સુરક્ષા જવાનોથી લઈ તમામ સમાચાર માધ્યમોના મીડિયા મિત્રોનો પણ આભાર માનવો રહ્યો, ભાજપના તમામ શ્રેણીના કાર્યકરોની મહેનત બિરદાવીને આભાર માનું છું એવું રાજુભાઇ ધ્રુવે અંતમાં જણાવ્યું છે.