સુપ્રસિદ્ધ પ્લેબેક સિંગર શ્રીશાન વાડેકરના ગીતોથી રાજકોટિયન્સ ઝુમી ઉઠ્યાં હતાં. સહાયક કલાકાર સુનીલ કુમાર, નિરૂપમા ડે, અંકિતા ભ્રામેહ, મ્યુઝિશિયનોની ટીમે પણ મધુર કંઠે અવનવા ગીતો રજુ કરી શહેરીજનોને સંગીતના સુરે ડોલાવ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા 26-મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત કવિ રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ખાતે શ્રીશાન વાડેકર પ્રસ્તુત સંગીત સંધ્યા મ્યુઝિકલ નાઈટ યોજાઈ હતી.
- Advertisement -
મહાનગરપાલિકા દ્વારા 26-મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત તા.25, ગુરૂવારના રાત્રે 08:30 કલાકે કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન, ઓપન એર થીએટર રેસકોર્ષ ખાતે સુપ્રસિદ્ધ પ્લેબેક સિંગર શ્રીશાન વાડેકર પ્રસ્તુત સંગીત સંધ્યા મ્યુઝિકલ નાઈટ યોજવામાં આવેલ. આ સંગીત સંધ્યા કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય અગ્રણી ઉદ્યોગપતિ મનીષભાઈ માદેકા સહીત મંચસ્થ મહાનુભાવોના હસ્તે કરવામાં આવેલ.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહ્યા હતાં.