વોર્ડ નં. 2ની ઓફિસનું કામ પૂર્ણ: વોર્ડ નં. 7માં આરોગ્ય કેન્દ્રની 80% કામગીરી પૂર્ણ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં વિવિધ સુવિધા પૂરી કરવા માટે રાજકોટ મનપાની સંબંધિત શાખા દ્વારા સતત વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે. નાગરિકોને સારી સુવિધા અને સેવાઓ મળી રહે તે માટે સતત કાર્યશીલ રહે છે ત્યારે વોર્ડ નં. 2માં બની ગયેલ આધુનિક વોર્ડ ઓફિસ, છોટુનગર પેવર એકશન પ્લાન અંતર્ગત ચાલુ ડામર કામ અને વોર્ડ નં. 7માં બની રહેલ આધુનિક સુવિધાસજજ આરોગ્ય કેન્દ્ર, જનરલ બિપીન રાવત અન્ડર બ્રિજથી ભક્તિનગર રેલવે સ્ટેશન સુધીના રોડને પહોળો કરવા માટે કમ્પાઉન્ડ વોલની ચાલુ કામગીરીની સ્થળ મુલાકાત મ્યુ. કમિશનર અમિત અરોરા અને તેમની ટીમે કરી હતી. જેમાં વોર્ડ નં. 2માં રૂા. 50 લાખના ખર્ચે આધુનિક વોર્ડ ઓફિસ બનાવવામાં આવી છે જેની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે. જ્યાં વોર્ડ નં. 2ના નાગરિકો માટે તમામ સુવિધાયુક્ત ઓફિસ બનાવવામાં આવી છે તથા વોર્ડ નં. 7માં વિજય પ્લોટ વિસ્તારમાં રૂા. 1.20 કરોડના ખર્ચે સુવિધાસજ્જ આરોગ્ય કેન્દ્ર બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં ડાયાલિસીસ યુનિટ અને વેક્સિનેશનની સુવિધા પણ અહીં મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ આરોગ્ય કેન્દ્રની 70થી 80% કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે, બાકી રહેતી કામગીરીને તાત્કાલિક પૂર્ણ કરવા સંબંધિત અધિકારીને મ્યુ. કમિશનરે સૂચના આપી હતી.
- Advertisement -
મ્યુ. કમિ. અમિત અરોરાની સ્થળ મુલાકાત દરમિયાન સિટી એન્જી. કોટક, પી.એ. (ટેક.) ટુ કમિશનર હિમાંશુ દવે, ડી.ઈ.ઈ. એમ. સી. જોષી, એ.ટી.પી. કાપડિયા, વોર્ડ ઓફિસર ધવલ જેસડીયા વિગેરે હાજર રહ્યા હતા.