આજે રાત્રે રુક્મિણી વિવાહ: કાલે 51 કુંડી વંદુયાગનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની પાવનધરા પર મહિલા ભક્તોના ઉત્કર્ષ અને સત્સંગ પોષણ માટે નિર્માણ થયેલા શ્રી સ્વામિનારાયણ મહિલા ઉત્કર્ષ મંદિર મુકામે સાંખ્યોગી ભક્તિબેનની અધ્યક્ષતામાં વક્તા શાસ્ત્રી પૂ.રાધારમણદાસજી સ્વામીના વ્યાસાસને, શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. ભવ્ય રાસોત્સવ પણ યોજાયો હતો. આ પ્રસંગે બાલાજી મંદિરના મહંત પૂ.વિવેકસાગર દાસજી સ્વામી, પૂ.મુનિવત્સલદાસજી સ્વામી, પૂ.ભક્તવત્સલદાસજી સ્વામી, જામજોધપુરથી પૂ.જગતપ્રકાશદાસજી સ્વામી, ભોજપરાથી પૂ.ઋષિકેશદાસજી સ્વામીની પાવન ઉપસ્થિતિ રહી હતી. બહોળી સંખ્યામાં ભક્તો પણ ઉપસ્થિત રહ્યાં હતા. આજે રાત્રે કથામાં શ્રી રૂક્ષ્મણી વિવાહ પ્રસંગની ભવ્યાથી ભવ્ય રીતે ઉજવણી થશે તેમજ આવતીકાલે બાલાજી હનુમાનજી મંદિરના મહંત પૂ.વિવેકસાગર દાસજી સ્વામીના વક્તાપદે ભવ્ય મહાપૂજા યોજાશે જેમાં ઉપસ્થિત રહેવા પૂજાનો દિવ્ય અલભ્ય લાભ લેવા પધારવા શ્રી સ્વામિનારાયણ મહિલા ઉતકર્ષ મંદિર રાજકોટની યાદીમાં જણાવાયું છે.