સૂત્રધારની શોધખોળ: કિલોએ 2 હજાર કમિશન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લામાં લોકસભા અંતર્ગત સઘન પેટ્રોલિંગ કરવાં સૂચના અન્વયે ગ્રામ્ય એસઓજીએ બાતમી આધારે ધોરાજીના રસુલપરામાં દરોડો પડાઈ 6.628 કિલોગ્રામ ગાંજા સાથે ખેપિયાની ધરપકડ કરી સૂત્રધારની શોધખોળ હાથ ધરી છે પકડાયેલ શખસને એક કિલોએ 2 હજાર કમિશનર મળતું હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય એસઓજીના પીએસઆઈ ભાનુભાઇ મિયાત્રા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન મળેલી બાતમી આધારે ધોરાજી રસુલપરાના કૂકડાં કેન્દ્ર સામે રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો ઘરની જડતી લેતા 6.628 કિલોગ્રામ ગાંજો મળી આવતા કબજે કરી પોલીસે મહંમદ ઉર્ફે મમલો ગુલામહુશેનભાઈ શેખ ઉ.56ને અટકાયતમાં લઈ પૂછપરછ કરતાં મુખ્ય સૂત્રધાર તરીકે ધોરાજીના ફારૂક કલીવાલાનું નામ આવતા બંને વિરુદ્ધ ગુનો નોંધી 66 હજારનો ગાંજો અને મોબાઈલ કબજે કરી ફારુકની શોધખોળ હાથ ધરી હતી પકડાયેલ મહંમદ ઉર્ફે મમલો અગાઉ 39 કિલો ગાંજાના ગુનામાં જુનાગઢમાં ઝડપાઇ ગયો હતો મહમદને કિલો ગાંજા દીઠ રૂ.2000નું કમિશન મળતું હોવાનું જાણવા મળ્યું છે.