રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં આરોગ્યલક્ષી ખોરાક લોકોને મળી રહે તે હેતુથી અવારનવાર ખાણી-પીણીના ધંધાર્થીને ત્યાં ચકાસણી હાથ ધરતાં હોય છે ત્યારે આજે નાના મવા મેઈન રોડ, જીવરાજ પાર્ક વિસ્તારમાં દૂધ, દૂધની બનાવટ, બેકરી ઉત્પાદક તથા ખાદ્યતેલના 13 ધંધાર્થીને ત્યાં તપાસ હાથ ધરી હતી જેમાં 3 ધંધાર્થીને લાયસન્સ સબબ નોટીસ આપેલ હતી.
આ ઉપરાંત કાલાવાડ રોડ વિસ્તારના એ.જી. ચોક પાસે 22 ધંધાર્થીને ત્યાં તપાસ હાથ ધરીને 2 ધંધાર્થીને ત્યાંથી નમૂના લેવામાં આવ્યા છે.