ખાસ-ખબર સંવાદદાતા
મહાપ્રતાપી બાલાજી દાદા સત્ય છે રાજકોટ વાસીઓની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એટલે મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજ, અહીં સાક્ષાત બિરાજમાન મહાપ્રતાપી બાલાજી હનુમાનજી દાદા ભક્તોના દુ:ખને દૂર કરે છે, વડતાલ ધામ સંચાલિત શ્રી બાલાજી હનુમાનજી મંદિરે આજના શનિવારના પવિત્ર દિવસે મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજને ટેડી સાથે રંગબેરંગી પુષ્પોના દિવ્ય શણગાર કરવામાં આવ્યા છે, જે શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને સંગીતમય મારૂતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતા, રાજકોટનું સૌથી વધારે ભીડ વાળુ આ મંદિર છે અને દર શનિવારે અહીં વિવિધ શણગારો દાદાને કરવામાં આવે છે સંધ્યા આરતીનું અહીં વિશેષ મહત્વ રહેલું છે, રાજપોચાર પદ્ધતિથી અહી દાદાની સંધ્યા આરતી થાય છે જેમાં હજારો ભક્તો જોડાય છે આપ પણ આજના શનિવારના પવિત્ર દિવસે સાંજે 6.45 એ થતી દાદાની સંધ્યા આરતીનો અલભ્ય લાભ લો અને ધન્યતાની અનુભૂતિ કરો તેમ બાલાજી હનુમાનજી મંદિર રાજકોટની યાદીમાં જણાવાયું છે.