ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
કાલાવડ રોડ પર પરંપરાગત સાંસ્કૃતિક પેરવેશ સંપૂર્ણમાં પારીવારીક વાતાવરણમાં આયોજીત નવરાત્રી મહોત્સવમાં રાજકોટ શહેર અને જિલ્લામાંથી ક્ષત્રિય સમાજના બહેનો મોટી સંખ્યામા ઉપસ્થિતી રહી રાસોત્સવમા માતાજી આરાધન કરે છે. રાસોત્સવમા લાખેણા ઇનામો અને દાતાઓ શ્રેષ્ઠીઓ અધિકારીશ્રીઓ સામાજીક અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહી આયોજનને સફળ બનાવે છે.
ખાસ આ રાસોત્સવમા કોઈ પણ પાસેથી ચાર્જ લેવામાં આવતો નથી અને બહેનો દ્વારા સંપૂર્ણ સંચાલીત છે. કાલાવડ રોડ, સયાજી હોટેલ પાછળ આયોજીત મેદાનમાં ક્ષત્રિય સમાજની માતાઓ બેહનો, દીકરીઓ વધુમાં વધુ આ કાર્યક્રમમાં જોડાય માતાજીની આરાધનાની ભક્તિ અને શકતીના આ કાર્યક્રમમાં ત્યેક્ષ ઉપસ્થિતિ રહી કાર્યક્રમને સફળ બનાવે તેવી આયોજકો વતી સમાજના બેહનો, દીકરીઓને અપીલ કરવામાં આવે છે. આ કાર્યક્મમાં મહેમાનો તરીકે રાજ્યસભા સાંસદ શ્રી કેશરીદેવસિંહજી ઝાલા, સોમનાથ કલેકટર શ્રી ડી.ડી જાડેજા સાહેબ ફેમેલી, હરદેવસિંહ જાડેજા હડમતાળા, આર.બી. ઝાલા સાહેબ, મોરબી જિલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, અરવિંદસિંહ જાડેજા સાહેબ તથા વિજયસિંહ ઝાલા, તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.