1 વર્ષથી અંદાજે રૂ. 2,40,000/-નો વેરો બાકી હોવાથી કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરકારી નિયમો મુજબ કોઈ પણ વાહનોને ચલાવવા માટે સરકારે નક્કી કરેલ ટેક્સ ભરવો અતિ જરૂરી હોય છે. કાયદાની જોગવાઈ અનુસાર જાહેર માર્ગો પર ટેક્સ ભર્યા વગર વાહનો ચલાવી શકાતા નથી. ત્યારે રાજકોટ આર ટી ઓ કચેરી દ્વાર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટને તેઓની સંસ્થાની છેલ્લા એક વર્ષ થી બાકી રહેલા વાહનોના ટેક્સ બાબતે નોટિસ આપી ટેક્સ ભરપાઈ કરવા જણાવેલ છે.
આશરે કુલ 2,40,000/- જેટલો સંસ્થાએ ટેક્સ ભરપાઈ કરેલ ન હોવાનું ધ્યાને આવતા તમામ 19 જેટલી સંસ્થાઓના વાહનોને નોટિસ આપવામાં આવેલ. આમ અહીં જણાવેલ એ તમામ સંસ્થાના સરકારમા વાહનોના બાકી રહેલા વાહનોના ટેક્સ બાબતે ભરપાઈ કરવાનાં હેતુથી નોટિસ આપવામાં આવેલ છે
અને નિયમોઅનુસાર ટેક્સ ભરપાઈ કરવા જણાવાયુ છે. મસમોટી રકમ બાકી હોવાથી છઝઘએ તાત્કાલિક ધોરણે નોટિસ પાઠવી તમામ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટને અવગત કરી છે અને કાયદેસરની રકમ ભરપાઈ કરવા જણાવ્યું છે.
- Advertisement -
એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના નામ
1) બાલમુકુન્દ એજ્યુકેશન ટ્રસ્ટ
2) જ્ઞાનગંગા એજ્યુકેશન સોસાયટી
3) એચ એમ દેવાનિયા ચેરિટેબલ ટ્રસ્ટ
4) કેશવ એજ્યુકેશન ટ્રસ્ટ
5) માતુશ્રી રમુબેન કેશવભાઈ ભુવા
6) માતુશ્રી જમકુબેન મણિલાલ શેઠ
7) રાજહંસ એજ્યુકેશન ટ્રસ્ટ
8) પરિમલ એજ્યુકેશન ટ્રસ્ટ
9) પૂર્વીશા એજ્યુકેશન ટ્રસ્ટ
10) સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ
11)સરદાર પટેલ સ્ટડી
12) શ્રી આસ્થા ગ્રુપ ઓફ એજ્યુકેશન
13) શ્રી જ્ઞાનજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ
14) શ્રી કૃતાર્થ કેવલાની ટ્રસ્ટ
15) શ્રી ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ
16) શ્રી સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ
17)વિઝન પ્રાયમરી સ્કૂલ એન્ડ ટ્રસ્ટ
18) વ્રજભૂમિ વિદ્યા આશ્રમ ફોઉન્ડેશન
19) એસ એન એસ ડી સ્કૂલ