11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી : મનપાએ સતત સાતમાં વર્ષે જીજાબાઈ સ્વિમિંગ પૂલ ખાતે એક્વા યોગનું આયોજન કર્યું
- Advertisement -
યોગ એ જીવનશૈલીનો ભાગ બનવો જોઈએ, માત્ર 21મી જૂન પૂરતો સીમિત નહિ : મેયર નયનાબેન પેઢડીયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
21 જૂને વિશ્વભરમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઊજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેરના જુદા જુદા પાંચ મુખ્ય સ્થળો સહિત વિવિધ બગીચાઓ, શાળા-કોલેજો, સરકારી કચેરીઓ, ધાર્મિક સંસ્થાઓ અને મ્યુનિ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઓફિસ સુધીમાં આયોજિત યોગાભ્યાસ કાર્યક્રમોમાં અંદાજે 1 લાખથી વધુ નાગરિકો ઉમંગભેર જોડાયા. વિશેષ યોગ કાર્યક્રમો એકવા યોગા અને દિવ્યાંગજનો માટે પણ યોજાયા હતા. જીજાબાઈ મહિલા સ્નાનાગાર ખાતે મહિલાઓ માટે એકવા યોગ અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ખાસ કેટેગરીના લોકોને કેન્દ્રમાં રાખી યોગનું આયોજન કરવામાં આવ્યું.
- Advertisement -
આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાએ સતત સાતમાં વર્ષે એકવા યોગનું આયોજન કર્યું હતું. જેમાં રાજકોટના જીજાબાઈ સ્વિમિંગ પૂલ ખાતે 60 બહેનોએ પાણીમાં યોગ કર્યા હતા. પાણીમાં થતા યોગને એક્વા યોગ કહેવામાં આવે છે. 8 વર્ષની બાળકીથી લઈને 67 વર્ષના વૃદ્ધાએ એક્વા યોગમાં ભાગ લીધો હતો. એટલું જ નહિ દિવ્યાંગ મહિલા પણ જોડાઈ આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. આજે બહેનોએ પાણીની અંદર પાદહસ્તાસન, તાળાસન, વૃક્ષાસન, ત્રિકોણઆસન, પાદાનુગુસ્તાસન, વીરભદ્રાસન, વજ્રાસન, નટરાજઆસન, વજ્રાસન, ઉતાનમંડુકાસન, ભદ્રાસન, સવાસન, મકરાસન, શશાંકઆસન, પ્રાણાયમ, સહીત 15 જેટલા આસન કરી યોગ દિવસની ઉજવણી કરી હતી.
રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ ખાતે શાળા નં.94ની બાજુમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની હાજરીમાં કરવામાં આવી હતી. જ્યારે મનપાએ રેસકોર્સ સહિત 5 સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમોમાં રાજકોટ સહિત આસપાસમાં આવેલા વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં યોગપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સમગ્ર શહેર યોગમય બન્યુ હતુ તેમજ પ્રારંભે વડાપ્રધાન તથા મુખ્યમંત્રીનું લાઈવ સંબોધન તમામ લોકોએ નિહાળ્યું અને અંતે સામૂહિક રાષ્ટ્રગીત ગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો.
માધવરાય સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં પાંચ હજાર નાગરિક જોડાયા
1. માધવરાય સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ
આ કાર્યક્રમમાં અંદાજે 5000 નાગરિકો જોડાયા. યોગાભ્યાસ ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ યોજાયો.
પ્રમુખ ઉપસ્થિતિ : ડો. માધવ દવે, જયમીન ઠાકર, તુષાર સુમેરા, સુરેન્દ્રસિંહ વાળા, અને અન્ય હોદેદારશ્રીઓ.
2. નાના મૌવા ગ્રાઉન્ડ
પતંજલિ યોગ સંસ્થાના યોગ ગુરુઓના માર્ગદર્શન હેઠળ અંદાજે 2000 નાગરિકો જોડાયા.
પ્રમુખ ઉપસ્થિતિ : ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, મનીષભાઈ રાડીયા, મુકેશ દોશી, મહેશભાઈ રાઠોડ વગેરે.
3. સરદાર પટેલ શાળા, સંત કબીર રોડ
બ્રહ્માકુમારી સંસ્થાના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં 1000 જેટલા નાગરિકો જોડાયા.
પ્રમુખ ઉપસ્થિતિ : મેયર નયનાબેન પેઢડીયા, અશ્વિનભાઈ મોલીયા, દક્ષાબેન વાઘેલા, પરેશ પીપળીયા વગેરે.
4. જીજાબાઈ મહિલા સ્નાનાગાર
પાણીમાં યોગના આ અનોખા કાર્યક્રમમાં અંદાજે 60 મહિલાઓ જોડાઈ.
પ્રમુખ ઉપસ્થિતિ : લીલુબેન જાદવ, રસીલાબેન સાકરીયા, સોનલબેન સેલારા અને અન્ય મહિલા આગેવાનો.
5. મહાત્મા ગાંધી મ્યુઝિયમ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ 350 દિવ્યાંગજનો દ્વારા યોગાભ્યાસ કરાયો.
પ્રમુખ ઉપસ્થિતિ : વિક્રમ પૂજારા, ડો. નેહલ શુક્લ, પૂજાબેન પટેલ, ડો. જે.એલ. વંકાણી, ડો. એલ.ટી. વાંઝા વગેરે