ખાસ-ખબર સંવાદદાતા
નશાબંધી અને આબકારી ખાતું, રાજકોટ દ્વારા પુ.મહાત્મા ગાંધીજીની 154 મી જન્મજયંતિ નિમિત્તે રાજકોટ હોમિયોપથી મેડિકલ કોલેજ ખાતે નશાબંધી સપ્તાહ અન્વયે “વ્યસન મુક્ત યુવાન” શિર્ષક હેઠળ નશાબંધીને પ્રેરણા આપ્યો કાર્યક્રમ યોજાયો હતો. વ્યસન મુક્તિ સંકલ્પના શીર્ષક હેઠળ કોલેજના હોમિયોપેથી વિભાગના વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સંદેશ આપવા હેતુ 2 ઓકટોબર થી 8 ઓકટોબર સુધી રાજકોટ જિલ્લાના વિવિધ શાળાઓ અને કોલેજો ખાતે નશાબંધી સપ્તાહ ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગ રૂૂપે રાજકોટ હોમિયોપથી મેડિકલ કોલેજ ખાતે વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તથા નશાબંધી સંબધિત વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં જિલ્લાના નશાબંધી અને આબકારી ખાતાના અધિક્ષક ભાવિન ચોલેરા, ઇન્સ્પેક્ટર મોરી તથા કોલેજના આચાર્ય હિતેશ મહેતાએ વ્યસન કરવાથી થતાં નુકસાન બાબતે વિદ્યાર્થીઓને સમજ આપી હતી.
રાજકોટ નશાબંધી ખાતા દ્વારા હોમિયોપેથી મેડિકલ કોલેજમાં ‘વ્યસન મુક્ત યુવાન’ કાર્યક્રમ યોજાયો
