રાજકોટમાં ડબલ મર્ડરની ઘટના બની છે. શહેરના જંક્શન પ્લોટ વિસ્તારમાં રૂખડીયા કોલોનીમાં જાહેરમાં મહિલા સહિતને બેને છરીના ઘા ઝીંકી પતાવી દેતા પોલીસમાં દોડધામ મચી ગઈ છે. એક મહિલાને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. હાલ PI એલ.એલ. ચાવડા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી મૃતક બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા છે.