તાલુકામાં દોઢથી અઢી ઇંચ વાવણી લાયક વરસાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
- Advertisement -
ગુજરાતમાં કાળઝાળ ગરમીની સાથે અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અને આગાહી મુજબ રાજ્યમાં વાતવરણમાં પલટો આવ્યો છે. અનેક જિલ્લામાં વરસાદ વર્ષયો છે ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર માં વરસાદી ઝાપટા તાલુકામાં દોઢ થી અઢી ઇંચ વાવણી લાયક વરસાદ વર્ષયો હતો દેરડી (કુંભાજી) ના અમુક સિમ વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાયા હતા. કોટડાસાંગાણી ના રામોદ ગામે રાત્રીના પંથકમાં પવન સાથે વરસાદ વર્ષયો હતો.
ગોંડલ શહેર વરસાદના ઝાપટા અને તાલુકાના વાસાવડ, રાવણા, પાટખિલોરી, દેરડી(કુંભાજી) સહિતના ગ્રામ્ય વિસ્તારમાં દોઢ થી અઢી ઈંચ વાવણી લાયક વરસાદ વર્ષયો હતો. દેરડી(કુંભાજી)ના અમૂક સીમ વિસ્તારમાં ખેતરોમાં પાણી પાણી થયા હતા દેરડી(કુંભાજી) પંથકમાં હોવા ભારે વરસાદને લઈને જગતાતમાં છવાઈ આનંદની લાગણી જોવા મળી હતી.
ગોંડલ શહેર માં વરસાદી ઝાપટું પડ્યું હતું. ગોંડલ ના મોવિયા રોડ પર અને રામોદ ગામે ધોધમાર વરસાદ વર્ષયો હતો જયારે મોવિયા રોડ પર ધોધમાર વરસાદ અને મોવિયા ગામ માં વરસાદી છાંટા જોવા મળ્યા હતા.