285 કિલો કુરકુરે જેવુ ફરસાણ, 300 કિલો ચકરી, 80 કિલો કોર્નબાઇટ, 50 કિલો અન્ય પડતર ફરસાણ, 250 કિલો બાફેલા લોટનો નાશ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને વાવડી ગામમાં જલીયાણ ઇન્ડ. એરીયા પાસે, રંગોલી સ્ટીલની બાજુમાં આવેલી હરિકૃષ્ણભાઈ કમલેશભાઇ લીલાની ભાગીદારી પેઢી “માહી ફૂડ પ્રોડકટ્સ”ની સ્થળ તપાસ કરવામાં આવી હતી. તપાસ કરતાં પેઢીના સ્થળ પર અનહાઈજેનિક કન્ડિશનમાં ખાધ્ય પદાર્થ ઉત્પાદન થતું જોવા મળેલ, પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ પડતર વાસી પેક્ડ નમકીન- ફરસાણ પેકિંગ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે એકપાયરી ડેટ કે ઉત્પાદન અંગેની કોઈ પણ વિગતો છાપેલ ન હોવાનું માલૂમ પડેલ તેમજ પેક્ડ ખાધ્ય પદાર્થો જેવા કે કુરકુરે જેવુ ફરસાણ (3 કિગ્રા. પેક્ડવાળા) – 285 કિ.ગ્રા., ચકરી (ફરસાણ) -300 કિ.ગ્રા., કોર્નબાઇટ -80 કિ.ગ્રા., અન્ય પડતર ફરસાણ- 50 કિ.ગ્રા., મળીને કુલ અંદાજીત 715 કિ.ગ્રા. જથ્થો પડતર તેમજ વાસી મળી આવેલ માનવ આહાર માટે યોગ્ય ન હોય જે ફૂડ બિઝનેશ ઓપરેટર સ્વીકાર્યો જે સમગ્ર જથ્થાનો નાશ કરાયો જ્યારે ચકરી માટેનો જમીન પર પાથરેલ બાફેલો લોટ – 250 કિ.ગ્રા., તેમજ તૈયાર ચકરી -350 કિ.ગ્રા., અન્ય પડતર વાસી ફરસાણ- 75 કિ.ગ્રા., મળીને કુલ અંદાજીત 675 કિ.ગ્રા. જથ્થો અખાધ્ય તેમજ વાસી મળી આવ્યો.
જેનો પણ સ્થળ પર જ નાશ કરાયો હતો. તેમજ સ્થળ પરથી ચકરી (ફરસાણ-લુઝ), મરચાં પાઉડર (લુઝ) ના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.