બજારમાં ઢગલાબંધ મૂળા ઠલવાઈ રહ્યા છે ત્યારે મૂળા વિશે આટલું જાણો
આપણા રોજબરોજના ભોજનમાં મૂળાની એક ખાસ જગ્યા છે.ખાવા પીવાની બાબતમાં આપણી નવી પેઢીની પસંદગી ઘણી અલગ છે એટલે આજકાલની યુવા પેઢી મૂળા ખાસ પસંદ કરતી નથી, પરંતુ તેથી એ હકીકતમાં કોઈ ફર્ક પડતો નથી કે મૂળા એ એક અદભુત શાક છે. પોષક ઘટકોનું તે એ વિશિષ્ટ કોમ્બિનેશન ધરાવે છે.
મૂળાનો કાચા સલાડ તરીકે ઉપયોગ થાય છે. તેના પરોઠા બનાવવામાં આવે છે…તેનો સંભારો કે ચણાના લોટવાળી ભાજી બનાવવામાં આવે છે અને તેના મુઠીયા પણ બનાવવામાં આવે છે. પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ હું મૂળાના સલાડ અને મૂળા ના રસની ભલામણ કરીશ. વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો મૂળા “બ્રાસીકાના” કુળનું સંતાન છે. અભ્યાસ પરથી એવું ફલિત થાય છે કે હજારો વર્ષ પહેલાં તે ચીનથી અહી આવ્યું હતું. ચીની સંસ્કૃતિમાં મૂળા કોબીચ અને સોયાબીનને અતી સન્માનથી એક પૌષ્ટિક ખોરાક તરીકે દહીં (ટોફુ) સાથે ખાવામાં આવે છે. ચીનના લોક સાહિત્યમાં એવું કહેવાયું છે કે, “પ્રજા જો તીખા મૂળા અને ગરમા ગરમ ચા પીતી રહેશે તો લાલચુ ડોકટરો ભૂખે મરતા ઘૂંટણ પર આવી તમારી પાસે દયાનીભીખ માગશે” જો કે હું ઠંડા કે ગરમ ચાની ભલામણ તો નથી કરતો પણ મૂળાનું સેવન કરવા આપ સહુને જરૂર સૂચન કરીશ.મૂળ ચીની ગોત્રનું આ કંદ આજે તો સમગ્ર ભારત અને પૂરા વિશ્વમાં વત્તે ઓછા અંશે સર્વત્ર ખાવામાં આવે છે. તેનું બોટનિકલ નામ રાફાનસ સેટાઈવા છે.
- Advertisement -
દેશ અને વિશ્વના ખૂણે ખૂણા સુધી વિસ્તરેલી પરિવહન સવલતો અને લાકડે માકડા જોડવાના વિજ્ઞાનના આ યુગમાં આમ તો મૂળા લગભગ બારે માસ વત્તા ઓછા પ્રમાણમાં સસ્તા કે મોંઘા દામે મળી તો રહે જ છે પરંતુ તેના સેવન માટે ની આદર્શ ઋતુ શિયાળો છે.એક પ્રાકૃતિક ચિકિત્સક તરીકે હું કહીશ કે કોઈ પણ ખાદ્ય પદાર્થનું સેવન તેની મૂળ ઋતુમાં કરવામાં આવે તો રોગથી દુર રહેવામાં તે ઘણું મદદરૂપ નીવડે છે.. કદ, રંગ અને પાકની ઋતુના સંદર્ભમાં મૂળાને મુખ્યત્વે ચાર મુખ્ય પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે; ઉનાળુ,શિયાળુ અને વસંતના મૂળા.તેના આકાર, રંગ અને કદની દૃષ્ટિએ પણ મૂળાના કેટલાક બીજા પ્રકાર છે, જેમ કે ગોળાકાર અથવા વિસ્તરેલા, ખૂબ લાંબા અને જાડા કંદ વાળા અને નાના કદના બઠકા જેવા.રંગની દૃષ્ટિએ જોઈએ તો, બરફના છોલ જેવા સફેદ, આછા લીલા, લાલ કે કેસરી અને વળી સ્પેનમાં તો કાળા રંગના મૂળાની પણ એક વિશિષ્ટ અને અતી પૌષ્ટિક જાત છે.
મો માં ચચરાટ પેદા કરતો મૂળોનો જે તીવ્ર સ્વાદ છે તે તેની માહે રહેલા “આઇસોથિઓસાયનેટ” નામના એક વિશેષ સંયોજનને આભારી છે, સફેદ રંગના મૂળમાં આ તીક્ષ્ણતા થોડી ઓછી હોય છે જ્યારે લાલ કેસરી અને કાળા રંગના મૂળમાં તે અત્યંત તીવ્ર હોય છે. વિશ્વના અન્ય દેશોના લોકોને મૂળાની ઉપરની લીલી ભાજીના પોષણ વૈભવનું કદાચ જ્ઞાન નથી અથવા તો ત્યાંની મોટાભાગ ની માંસાહારી પ્રજા માટે તે પ્રલોભાનાનો વિષય નથી પરંતુ આપણા દેશમાં તો તે ભાજી ખવાય જ છે અને તે અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. ડાઇકોન અથવા જાપાનીઝ મૂળા એશિયાન પ્રજાતિના મૂળા જેવા જ ગુણધર્મો ધરાવે છે. વતની છે. આપણી જેમ જાપનીઝ લોકોમાં પણ સદીઓથી મૂળા નું ભોજન ખાસ્સુ પ્રચલિત છે. મરી જેવા કાળા રંગના સ્પેનિશ મૂળા ખૂબ જ તીખા અને સ્વાદિષ્ટ હોય છે અને વળી તેની સુગંધ પણ તીવ્ર હોય છે.
મૂળા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે અસરકારક
- Advertisement -
મોઢામાં ચચરાટ પેદા કરતો મૂળાનો જે તીવ્ર સ્વાદ છે તે તેમાં રહેલા “આઇસોથિઓસાયનેટ” નામના એક વિશેષ સંયોજનને આભારી છે
મૂળા આંખોનું તેજ વધારે છે
મેદસ્વિતા, શરીરનું વજન ઘટાડવા તેનો રસ અને સલાડ ઉત્તમ છે
થાક લાગવાની કંટાળાજનક સ્થિતિથી બચાવે છે
પાણીની અધિક માત્ર હોવાથી શારિરીક શ્રમ દરમિયાન તે પાણીની સમતુલા જાળવી રાખે છે
લીલા મૂળા ઉત્તરીય ચીનના ઉત્તરીય વિસ્તારના વતની છે પ્રદેશના ક્ષેત્રનો વતની છે.તેના કંદનો રંગ સંપૂર્ણપણે લીલો નથી હોતો પણ સફેદ કંદમાં અંદરના ભાગે પોપટી રંગની ઝાંય પડતી હોય છે..રંગોનું આ સુંદર સંયોજન તેને ખુબ જ આકર્ષક બનાવે છે..સ્વાદમાં તે ઘણા મૃદુ હોય છે. મૂળાની એક અન્ય જાત પણ છે જેને વોટર મેલોન રેડીશ, અર્થાત્ તરબુચી મૂળો કહેવામાં આવે છે. તેના કંદની અંદરના ભાગે તરબૂચ જેવા લાલ રંગનો કરકરો પલ્પ હોય છે.તેનો સ્વાદ અતિ તીખો હોવાને બદલે થોડો મીઠો અને મૃદુ હોય છે. ચીન અને ત્યાર બાદ ભારતના લોકો પ્રાચીન કાળથી જ બ્રસિકાના કુળના આ મૂળાને અતિ સ્વાથ્યપ્રદ્ ક્ધદ માને છે.કોબી પણ આ બ્રાસિકાના કુળનું જ શાક છે. તે ખૂબ ઓછી કેલરી ધરાવે છે.તાજા ક્ધટ રુટ 100 ગ્રામ દીઠ માત્ર 16 કેલરી પ્રદાન કરે છે. તેમ છતાં તે અતિ અસરકારક એન્ટી ઓક્સીડંટસ, ઇલેક્ટ્રોલાઇટ્સ, ખનિજો, વિટામિન્સ અને ફાઇબરનો ઉત્તમ સ્રોત છે.
ક્રુસિફેરસ બ્રાસિકાના કુળના અન્ય શાકભાજીની જેમ મૂળા સોરાલોફ્રાફેન તરીકે ઓળખાતા આઇસોથિઓસાયનેટ એન્ટી એકસીડન્ટ સંયોજન ધરાવે છે. અભ્યાસ પરથી એવો નિષ્કર્ષ પ્રાપ્ત થાય છે કે સલ્ફોરાફેને અને તેની ઈઢઝઘઝઘડઈંઈ ઇફેક્ટ ના કારણે તેને કેન્સર-સેલ વૃદ્ધિ પ્રતિરોધક ક્ષમતા પ્રાપ્ત થાય છે અને તે રીતે એ પ્રોસ્ટેટ, સ્તન, કોલોન અને અંડાશયના કેન્સર સામેની લડતમાં અસરકારક ભૂમિકા ભજવે છે. તાજા મૂળા એ વિટામિન-સીનો સારો સ્રોત છે; 100 ગ્રામ દીઠ વિટામિન સીના લગભગ 15 મિલિગ્રામ એટલે કે 25% ડીઆરઆઈ પ્રદાન કરો. વિટામિન-સી પાણીમાં દ્રાવ્ય એવું એક શક્તિશાળી એન્ટીજ્ઞડ્ઢકિસડન્ટ છે જે શરીરને કોલેજેનના સંશ્લેષણ માટે જરૂરી છે. તે માનવ શરીરને હાનિકારક એવા ફ્રી રેડિકલ, કેન્સર તેમજ થોડી કે તીવ્ર બળતરથી બચાવી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે. તે ઉપરાંત તેમાં ફોલેટ્સ, વિટામિન બી6 રાયબોફ્લેવિન, થાઇમિન અને ખનિજો આયર્ન, મેગ્નેશિયમ, કોપર તથા કેલ્શિયમ જેવા ખનિજો હોય છે. તે ઘણા ફાયટોકેમિકલ્સ પણ ધરાવે છે; જેમ કે ઇન્ડોલ્સ, આ ડિટોક્સિફાઇંગ એજન્ટ તો ઝેક્સફક્ષન્થિન, લ્યુટિન અને બીટા કેરોટિન ફ્લેવોનોઇડ એન્ટીજ્ઞડ્ઢકિસડન્ટો છે. તેમની કુલ એન્ટી ફિમકિસડન્ટ તાકાતને ઓક્સિજન રેડિકલ શોષણ ક્ષમતા (ઓઆરએસી મૂલ્ય) ને આધારે માપવામાં આવે છે, મૂળાના સંદર્ભમાં તે 1736 Emol TE/100 gram
કિડનીના દર્દીના ગંભીર તબક્કે પણ નોંધપાત્ર ઉપયોગી નિવડે
મૂળાના પોષક તત્વોનું વિવરણ
આરડીએનું સિદ્ધાંત ન્યુટ્રિઅન્ટ વેલ્યુ ટકાવારી
16 કેકેલ 1%
કાર્બોહાઇડ્રેટ 3.40 ગ્રામ 3%
પ્રોટીન 0.68 ગ્રામ 1%
કુલ ચરબી 0.10 ગ્રામ 1%
કોલેસ્ટરોલ 0 મિલિગ્રામ 0%
ડાયેટરી ફાઇબર 1.6 ગ્રામ 4%
વિટામિન્સ
ફોલેટ્સ 25 ગલ 6%
નિયાસીન 0.254 મિલિગ્રામ 1.5%
પાયરિડોક્સિન 0.071 મિલિગ્રામ 5.5%
રિબોફ્લેવિન 0.039 મિલિગ્રામ 3%
વિટામિન એ 7 આઈયુ 1%
વિટામિન સી 14.8 મિલિગ્રામ 25%
વિટામિન ઇ 0 મિલિગ્રામ 9%
વિટામિન કે 1.3 ગલ 1%
ઇલેક્ટ્રોલાઇટ્સ
સોડિયમ 39 મિલિગ્રામ 2.5%
પોટેશિયમ 233 મિલિગ્રામ 5%
ખનીજ
કેલ્શિયમ 25 મિલિગ્રામ 2.5%
કોપર 0.050 મિલિગ્રામ 5%
આયર્ન 0.34 મિલિગ્રામ 4%
મેગ્નેશિયમ 10 મિલિગ્રામ 2.5%
મેંગેનીઝ 0.069 મિલિગ્રામ 2.5%
જસત 0.28 મિલિગ્રામ 2%
ફાયટો પોષક તત્વો
કેરોટિન-ગ 4 –લ –
કેરોટિન-0 Ng –
લ્યુટિન-ઝેક્સફક્ષન્થિન 10
સ્વાસ્થ્યની દ્રષ્ટિ એ મૂળાના લાભ
પોટેશિયમ, વિટામિન સી અને ફાઇબર, ઊર્જા માટેનો અદભૂત સ્રોત. મૂળાના 10 સ્વાસ્થ્ય લાભ: પોટેશિયમ, વિટામિન સી અને ફાઇબરનો શક્તિનો સ્રોત. હૃદયની રક્ષા કરવાથી લઈને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા સુધીની બાબતે મૂળાનું સેવન મદદરૂપ બને છે. મૂળા ખાસ લોકભોગ્ય શાક નથી પરંતુ તે અનેકાનેક સ્વાસ્થ્ય લાભો ધરાવે છે. મૂળા પેટને સાફ કરે છે, સિસ્ટમને ડિટોક્સિફાઇઝ કરે છે. મૂળા આપણા યકૃત અને પેટને શુદ્ધ કરવામાં મદદ કરે છે. કાળા મૂળા અને તેના પાનનો ઉપયોગ કમળાના ઉપચાર માટે ઘણા દેશોમાં કરવામાં આવે છે કારણ કે તે વધુ પડતા બિલીરૂબિનથી છુટકારો અપાવે છે. અને તે પોતાના ખાસ ગુણોના કારણે, આપણા લોહીને શુદ્ધ કરવામાં પણ મદદ કરે છે.તે હાયપોથાઇરશતળઇડિઝમ પર દેખરેખ રાખે છે.
મૂળા રક્તકણોનું રક્ષણ કરે છે: મૂળા આપણા લાલ રક્તકણોને નુકસાનને નિયંત્રિત કરવા માટે જાણીતા છે, અને આ પ્રક્રિયામાં લોહીમાં ઓક્ષિજનાનું પ્રમાણ પણ વધે છે. તે પુષ્કળ ફાઇબર ધરાવે છે. નિયમિતપણે મૂળાનું સલાડ ખાવામાં આવે તો પણ પેટમાં તે ભારે પડતા નથી અને આપણી સિસ્ટમને પૂરતા પ્રમાણમાં અને રેસા પૂરા પાડી રોગમુક્ત કરે છે, પાચનમાં સુધારો કરે છે. તે પિત્તનું ઉત્પાદન પણ નિયંત્રિત કરે છે, તમારા યકૃત અને પિત્તાશયને સુરક્ષિત કરે છે, અને પાણીની જાળવણીની સંભાળ રાખવા માટે શ્રેષ્ઠ છે.
હૃદયનું રક્ષણ: મૂળા એંથોસાયાનીન માટે સારો સ્રોત છે જે આપણા હૃદયને યોગ્ય રીતે કાર્યરત રાખે છે, રક્તવાહિનીના રોગોનું જોખમ ઘટાડે છે. આ ઉપરાંત તેમાં વિટામિન સી, ફોલિક એસિડ, અને ફ્લેવોનોઇડ્સ પણ સારા એવા પ્રમાણમાં છે છે.
બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે: મૂળો આપણા શરીરને પોટેશિયમ પણ પૂરૂ પાડે છે, જે બ્લડ પ્રેશર ઓછું કરવામાં અને લોહીના પ્રવાહને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે, ખાસ કરીને જો તમે હાયપરટેન્શનથી પીડાતા હો તો મૂળા ઘણા ઉપકારક નીવડે છે.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે: મૂળાને વધારે પ્રમાણમાં વિટામિન સી હોય છે, તે તમને શરદી અને ઉધરસથી બચાવી શકે છે અને શરીરની પ્રતિરક્ષા પ્રણાલીમાં સુધારો કરી શકે છે. પરંતુ તે માટે તેનું નિયમિત સેવન કરવું જોઈએ. તે હાનિકારક એવા ફ્રી રેડિકલ, બળતરા અને વૃદ્ધત્વની પ્રક્રિયાને પણ નિયંત્રિત કરે છે.
રક્તવાહિનીઓને મજબુત બનાવે છે: આ એક મહત્વપૂર્ણ બાબત છે – કોલાજેનની ઉત્પત્તિમાં મૂળો મહત્વની ભૂમિકા ભજવે છે, જેના કારણે રક્તવાહિનીઓને વેગ મળે છે અને એથરોસ્ક્લેરોસિસ થવાની સંભાવનાઓ ઘટાડો કરે છે.
ચયાપચય અને મૂળો: આ શાક ન તો કેવળ તમારી પાચક શક્તિ માટે વરદાન રૂપ છે બલ્કે તે એસિડિટી, મેદસ્વીતા, ગેસ્ટ્રિક અને ઊબકા જેવી સમસ્યાઓની સારવારમાં પણ મદદરૂપ બને છે.
પોષક તત્વોથી સમૃધ્ધ: લાલ મૂળા વિટામિન ઇ, એ, સી, બી, અને કે થી ભરપુર છે.. જેમાં એન્ટીજ્ઞડ્ઢકિસડન્ટો, ફાઇબર, જસત, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કોપર, કેલ્શિયમ, આયર્ન અને મેંગેનીઝ પણ હોય છે. આમાંના દરેક શરીરને સારી રીતે સક્રિય સ્થિતિમાં રાખવામાં ચોક્કસ ભૂમિકા ભજવે છે.
ત્વચા માટે ઉત્તમ: મૂળાના રસનું નિયમિત સેવન કરવામાં આવે તો ત્વચાનો રંગ ખુલે છે અને તેને ચમક મળે છે.તે વિટામિન સી, ઝીંક અને ફોસ્ફરસ ધરાવે છે જે ત્વચા માટે ઉત્તમ છે. સૂકી ત્વચા, ખીલ, ફોડકીઓ અને ખાડા દૂર કરે છે. ચહેરાને સાફ કરવા માટે મૂળોની પેસ્ટનો ઉપયોગ કરી ઉત્કૃષ્ઠ પરિણામ આપે છે. તેને વાળ પર લગાવવાથી ડેન્ડ્રફ દૂર થાય છે. વાળના મૂળને મજબૂત બનાવી તે ખરતા વાળની સારવારમાં પણ વિશેષ રૂપે મદદ કરે છે.