ડીજે અથવા બોલિવુડ ગીતો નથી વગાડવામાં આવતા, ફક્ત માતાજીના ગરબા ગીતો વગાડાય છે
રાજકોટના રૈયા રોડ પાસે આવેલા સવન સિગ્નેટ ફ્લેટમાં રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ અલગ અલગ રાસનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગઈકાલે સ્કેટિંગ ડાન્સ, ગણપતિ રાસ સહિત અન્ય ડાન્સ કરવામાં આવ્યા હતા. આ હરીફાઈમાં 5થી 13 વર્ષના બાળકોએ ભાગ લીધો હતો. કશ્યપ દોશીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે. રોજ અલગ અલગ 125 બાળકો પરફોમન્સ આપે છે અહીં માતાજીના ગરબા પર રાસ યોજાય છે ડીજે અથવા બોલિવુડના ગીતો વગાડવામાં નથી આવતા. જ્યારે તૃપ્તિ કક્કડે જણાવ્યું હતુ કે, દરેક ટીમને તેનું કામ સોપવામાં આવે છે