આર.કે. યુનિવર્સીટી- ત્રંબા ખાતે યોગ દિવસની ઉજવણી કરાઈ: જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર અને તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ નશીતની પ્રેરણાદાયી ઉપસ્થિતિ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જીલ્લા પંચાયત રાજકોટ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કસ્તુરબા ધામના સંયુક્ત કોવીડ -૧૯ રસીકરણ કેમ્પ યોજાયો
ભારત માતા યોગ જેવી પુરાતન વિરાસતના માધ્યમથી આજે વિશ્વગુરૂ બની છે: કોરોનાની વૈશ્વિક મહામારીએ સમગ્ર વિશ્વને હવે યોગ-પ્રાણાયામ તરફ પ્રેરિત કર્યા છે: ભુપતભાઈ બોદર
તા. ૨૧ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત રાજકોટ નજીક આવેલા ત્રંબામાં આવેલ આર કે યુનિવર્સિટી ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ તકે રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ નશીત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તાલુકા પંચાયત સભ્ય ચેતન પાણ, ભરતભાઈ મકવાણા તેમજ બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.
- Advertisement -
આ તકે આધુનિક જીવનશૈલી માં મન અનેક વૃતીઓથી ઘેરાયેલું રહે છે, આથી અસ્વસ્થ મનના કારણે તન પણ અસ્વસ્થ રહે છે, યોગથી મન સ્થિર થઈ સ્વસ્થ બને છે, એટલે તન પણ આપોઆપ સ્વસ્થ થાય છે, તનને મન સ્વસ્થ હોય તો આત્મા હંમેશા ખુશ, પ્રસન્ન રહે છે. કોરોનાની વૈશ્વિક મહામારીએ સમગ્ર વિશ્વને હવે યોગ-પ્રાણાયામ તરફ પ્રેરિત કર્યા છે. પરંતુ આ યોગ સંસ્કૃતિનું સર્જન તો પાંચ હજાર વર્ષ પહેલાં આપણા મહર્ષિઓ એ કરેલું છે. આપણી આ પ્રાચીન વિરાસતને વિશ્વ સમુદાય સમક્ષ ઊજાગર કરીને સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણીનું ગૌરવ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતને અપાવ્યું છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રીમાં વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતભરમાં યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે ત્યારે ભારતની આ અણમોલ વિરાસત હવેના સમયમાં શારીરિક માનસિક સ્વસ્થતા, શાંતિ માટે એક જરૂરિયાત બની ગઇ છે. ત્યારે ભારત માતા આવી પુરાતન વિરાસતના માધ્યમથી આજે વિશ્વગુરૂ બની છે. આપણી સનાતન યોગ-પ્રાણાયામ સાધના તરફ હવે પશ્ચિમના રાષ્ટ્રો સહિતના દુનિયાના દેશો વળ્યા છે. કેમ કે શરીર, મન, બુદ્ધિ અને વ્યક્તિગત જીવન પ્રફૂલ્લિત-આનંદિત અને સ્વસ્થ રાખવાનું સક્ષમ માધ્યમ આપણી યોગ્ય સંસ્કૃતિ જ છે તે હવે સૌને સમજાયું છે.
આ ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જીલ્લા પંચાયત રાજકોટ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કસ્તુરબા ધામના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કસ્તુરબાધામ ના મેડીકલ ઓફિસર ડો. પંકજભાઈ ગોસરાના માર્ગદર્શન હેઠળ કોવીડ -૧૯ રસીકરણ કેમ્પ યોજાયો હતો, આ કેમ્પનું દીપ પ્રાગટ્ય શ્લોક ગાન અને ઉદઘાટન, ભુપતભાઈ બોદરના હસ્તે કરવામાં આવેલ. આ તકે જીલ્લા આરોગ્ય અધિકારી ડો. નીલેશ શાહ, મામલતદાર કથીરિયા, ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડો. પરીક્ષિત પટેલ, પ્રાથ. શાળાના આચાર્ય મકવાણાસાહેબ, તેમજ નીશીગ્ભાઈ ખુંટ, ગ્રામ પંચાયત કસ્તુરબાધામના સરપંચ નીતિનભાઈ રૈયાની, ઉપસરપંચ મનુભાઈ નશીત, તેમજ ગામના મુખ્ય આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ આ તકે પ્રાસંગિક પ્રવચન માં ભૂપતભાઈ બોદરે ગ્રામજનો ને વેક્સીન લઇ કોરોના મહામારી સામે રક્ષણ મેળવવવા માર્ગદર્શન આપેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ આરોગ્ય ટીમ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કસ્તુરબાધામના સ્ટાફ અને પ્રાથમિક શાળાના સ્ટાફને સારી કામગીરી બદલ ભૂપતભાઈ બોદરે પ્રોત્સાહિત કરી અભીનંદન પાઠવેલ હતા.


