યુક્રેન યુદ્ધમાં જો અમેરિકા અને નાટો ઝંપલાવશે તો અણુયુદ્ધ ફાટી નીકળવાની પણ શકયતા
વોશિંગ્ટ યુક્રેન પરના રશિયાના આક્રમણના આજે સાતમા દિવસે અમેરિકાના પ્રમુખ જો બાઈડને ફરી એક વખત અમેરિકા આ યુદ્ધમાં ઝંપલાવશે નહી અને તેની સેના પણ નહી મોકલે તેવી જાહેરાત કરતા બીજી તરફ ચેતવણીના સ્વરમાં તેઓએ જાહેર કર્યુ કે ‘તાનાશાહ’ પુટીને યુક્રેન પર હુમલો કરીને ભુલ કરી છે અને તેની મોટી કિંમત રશિયાએ ચુકવવી પડશે.
અમેરિકી સંસદને ‘સ્ટેટ ઓફ યુનિયન’ સંબોધનમાં બાઈડને જણાવ્યું કે, રશિયાએ કોઈ ઉશ્કેરણી વગર જ યુક્રેન પર હુમલો કર્યો છે અને પુટીન માનતા હતા કે યુક્રેન નબળું છે અને તેને આસાનીથી કચડી શકાશે પણ તેની ધારણા ખોટી પડી છે. બાઈડને ફરી એક વખત કહ્યું કે અમેરિકા યુક્રેનમાં રશિયા સામે લડવા માટે સૈન્ય મોકલશે નહી પણ તેને શકય તેટલી મદદ કરશે અને 100 કરોડ ડોલરની આર્થિક મદદ મોકલી રહ્યા છીએ.
- Advertisement -
બાઈડને સંસદને જણાવ્યું કે, રશિયાની અર્થવ્યવસ્થા પુરી રીતે ધ્વંશ થઈ રહી છે. ઈતિહાસ બતાવે છે કે જો તાનાશાહને યોગ્ય સમયે રોકવામાં ન આવે તો તે પુરી દુનિયાને તબાહ કરે છે અને તેની કિંમત અન્ય દેશોએ ઉઠાવવી પડે છે પણ હવે જયારે ઈતિહાસ લખાશે તો તેમાં રશિયા-યુક્રેનની જંગનો ઉલ્લેખ હશે અને તેમાં પુટીનના કારણે રશિયા કમજોર હશે તેવું લખાશે. બાઈડને જણાવ્યું હતું કે પુટીન એવા ભુલમાં છે કે તે યુરોપના ભાગલા કરી દેશે પણ અમો યુક્રેન અને યુરોપની સાથે છીએ. રશિયાને સફળ થવા દેશું નહી.
તેઓએ કહ્યું કે, નાટોની એક એક ઈંચ જમીનની પણ રક્ષા કરશું. વિશ્વના 30 દેશો રશિયાની વિરુદ્ધ છે. પુટીન ભલે હાલ યુક્રેનને કબ્જે કરી શકતા હોય પણ તેણે આ માટે મોટી કિંમત ચૂકવવી પડશે. યુક્રેન રશિયાને પુરી લડત આપી રહ્યું છે. તેઓએ કહ્યું કે પુટીને સ્વતંત્ર વિશ્વને આપણે હચમચાવી દીધા છે પણ તેઓ એટલા અલગ પડી ગયા છે. ભૂતકાળમાં કદી ન હતા.રશિયન વિમાનો માટે અમેરિકી હવાઈ સીમા બંધ કરી દેવાઈ.
યુક્રેન યુદ્ધમાં જો અમેરિકા અને નાટો ઝંપલાવશે તો અણુયુદ્ધ ફાટી નીકળવાની પણ શકયતા છે અને તેથી જ રશિયા અને તેના સાથી દેશો યુક્રેનમાં લશ્કરી મદદે જતા નહી. હાલમાં જ વ્હાઈટ હાઉસ ખાતે એક પત્રકારે પ્રમુખ જો બાઈડનને શું અમેરિકાને અણુ યુદ્ધનો ભય છે તેવા એક પ્રશ્ર્નનો જવાબ બાઈડને ફકત ‘ના’ માં આપ્યો હતો.